નાના દેખાતા લીંબુ પોષકતત્ત્વોનો ભંડાર છે . લીંબુના રસનો ઉપયોગ ખોરાકમાં ખટાશ લાવવા માટે થાય છે . આ ઉપરાંત તેમાંથી જાતજાતનાં પીણાં પણ બને છે . લીંબુ શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે . લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે . આ ઉપરાંત તેમાં કેલ્શિયમ , પોટેશિયમ , ફાઈબર જેવાં પોષકતત્ત્વો પણ રહેલાં છે .

તાવમાં લાભકારી લીંબુ: તાવ આવવાનાં અનેક કારણ હોય છે . તેમાં પણ બેક્ટરિયા અને વાઇરસ તેનું મુખ્ય કારણ છે . તાવ આવ્યો હોય ત્યારે લીંબુનું સેવન લાભકારી છે . ઘણા લોકો તાવ આવ્યો હોય ત્યારે ઘરગથ્થુ ઉપચાર રૂપે લીંબુ પાણીનું સેવન કરે છે , કારણ કે લીબુ વિટામિન – સીથી સમૃદ્ધ છે અને તે બેક્ટરિયા અને વાઇરસને કારણે આવતા તાવમાં પોષકતત્ત્વો પૂરાં પાડે છે .

એડકી રોકવા – લીંબૂના રસમાં મધ અને કાળા મરીનો પાવડર નાખીને પીવાથી એડકી આવવી બંધ થાય છે.

માથાના ખંજવાળથી છુટકારો – લીંબૂના રસથી માથામાં માલિશ કરવાથી માથાની ખંજવાળ દૂર થાય છે.

હૃદય માટે લીંબુ છે ફાયદાકારક: લીંબુ હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે . વિટામિન સી યુક્ત ખાદ્યપદાર્થ હૃદય સંબંધી બીમારીમાં રાહત આપે છે . ઘણી વખત બ્લડ પ્રેશરની સમસ્યા પણ હૃદયરોગનું કારણ બને છે . આવામાં વિટામિન સી બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવે છે .

રોગપ્રતિકારક્ ક્ષમતા: વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા સારી હોય તો તે ઘણી બીમારીઓથી બચી શકે છે . આવામાં વિટામિન – સી રોગપ્રતિકારક ક્ષમતા સુધારવામાં મદદરૂપ રહે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *