સામગ્રી

૨ ૧/૪ કપ ખમણેલું તાજું પનીર

૧ ૧/૨ કપ દૂધનો પાવડર

૧ ૧/૨ કપ તાજું ક્રીમ

૩/૪ કપ સાકર

૧/૨ ટીસ્પૂન એલચી પાવડર

સજાવવા માટે

૧ ટેબલસ્પૂન બદામની કાતરી

૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી

બનાવવાની રીત

એક નૉન – સ્ટીક પૅનમાં એલચીના પાવડર સીવાયની બાકીની બધી વસ્તુઓ મેળવી , સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બનીને પૅનની બાજુઓથી છુટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી પૅનની બાજુઓ સાફ કરતા રાંધી લો . હવે તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો . તે પછી તેને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી લો . તે પછી તેની પર બદામની કાતરી તથા પિસ્તાની કાતરી પાથરીને હલકા હાથે દબાવી લો જેથી બદામની કાતરી અને પિસ્તાની કાતરી તેની પર બહુ સારી રીતે ચીપકી જાય . તેને ઠંડું થવા બાજુ પર રાખો . જ્યારે તે ઠંડું થાય ત્યારે તેના ટુકડી પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી રેફ્રીજરેટરમાં રાખી મૂકો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *