બાળકના વિકાસ માટે અપનાવો આ ચાર્ટ જે તેના વિકાસ માં મદદ કરશે

બ્રેકફાસ્ટ
બાળકને સવારે એક ગ્લાસ દૂધની સાથે બે બદામ આપો .  જેનાથી તેના બ્રેઇનનો સારો એવો ગ્રોથ થાય. એક ગ્લાસ દૂધની સાથે  રાતે પાણીમાં પલાળેલી બે બદામ આપતી હતી. બદામ આપ્યાના થોડા સમય પછી બાળકોને નાસ્તામાં વેજીટેબલ સેન્ડવિચ, બટર વિથ ટોસ્ટ, સ્ટફ પરોઠા જેવી હેલ્ધી વસ્તુઓ આપો   જેમાં ભરપૂર ન્યૂટ્રીશન હોય.

બ્રંચ
બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચેના સમયને બ્રંચ કહે છે. આ સમયમાં સામાન્ય રીતે બાળકો હળવા નાસ્તાની ડિમાન્ડ કરે છે, બ્રંચમાં બાળકોને ફ્રૂટસ અથવા તો સૂપ આપો. 

લંચ
બાળકો માટે બપોરનું ભોજન  એકદમ સંતુલિત હોવું જોઇએ, બપોરેના ભોજનમાં એક નાની કટોરી ભાત, એક રોટલી,  નાની કટોરી દાલ અને શાક આપો . શાકમાં લીલા શાકભાજી પસંદ કરો .

સ્નેક્સ 
સાંજે જો તમે બાળકને કોઇ હળવો નાસ્તો આપવા માંગતા હો તો મિલ્કશેઇક બેસ્ટ ઓપ્સન છે.તમે તેને કુકીઝ અથવા મિલ્કશેઇક આપી શકો છો .

ડિનર
સાંજનું જમવાનું હળવું હોવું જોઇએ કારણે કે રાત્રે જમ્યા બાદ ફિઝિકલ શ્રમ કરવાની બહુ જ ઓછો હોય છે  જેથી રાત્રે ઝડપથી પચી જાય તેવું ફૂડ લેવું જોઇએ  રાત્રિના ભોજનમાં પરોઠા,પૂરી ,ખીચડી અને નાની કટોરી દહીં અને શાક વગેરે આપી શકો છો  


ગ્રોથ માટે જરૂરી પોષકતત્વ

એકથી ત્રણ વર્ષના બાળકના ગ્રોથ માટે આવશ્યક જરૂરી પોષણતત્વ ફૂડમાંથી મળી રહે તે પ્રકારનો બાળકનો બ્રેક ફાસ્ટ, લંચ,ડિનર હોવો જોઇએ,બાળકને હેલ્ધી ફૂડ આપવા માટે આ ટિપ્સ પણ અપનાવી શકો છો. 

1. પીસેલા કાજૂ અને બદામના પાઉડર દૂધ અથવા ખીરમાં મિક્સ કરીને આપો.

2.બાળકોને જમવામાં દુધની પ્રોડક્ટ જરૂર આપો.જેમ કે દહીં, પનીર, ચીઝ વગેરેને ડાયટમાં સામેલ કરો.

3. સિઝન ફ્રુટ અને સલાડ આપવાનું ન ભૂલો, આ બધા જ ફૂડ બાળકના વિકાસમાં વધારો કરે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment