સામગ્રી

  • કોથમીર : એક ઝૂડી
  • લીલા મરચાં : નંગ પાંચ – છ
  • રાઈ : એક ચમચી
  • તેલ : પ્રમાણસર
  • મીઠું સ્વાદ મુજબ
  • દહી : ૨૫૦ ગ્રામ
  • નારિયેળ : નંગ એક
  • મીઠા લીમડા : નંગ ૧૦-૧ર
  • આદુ : બે ટુકડા
  • લાલ સૂકા મરચાં નંગ ૪-૫

બનાવવાની રીત :

સહુથી પહેલા નારિયેળ લઈ એને ખમણી નાંખો . ત્યાર પછી કોથમીર , આદુ , લીલા મરચાંને ધોઈને , બારીક સમારી તેમાં મીઠું નાખીને એક મિક્સરમાં તેને મિક્સ કરો . હવે આ ચટણીને દહીમાં નાંખો અને ચમચા વડે હલાવો . હવે એક કડાઈમાં તેલ નાંખી તેમાં રાઈ , લાલ સુકા મરચાં અને લીમડાના પાન નાંખીને વઘાર કરો , આ વઘાર દહીંની ચટણીમાં નાંખીને ચમચા વડે મિક્સ કરો . અને ઈડલી સાથે પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *