શું તમે પણ અનિદ્રાથી પીડાવ છો તો આ રહ્યા તેના કારણો અને ઉપચાર

આધુનિક વિશ્વની સૌથી મોટી સમસ્યાઓમાં અનિદ્રાનો પણ સમાવેશ કરી શકાય છે. એવું કહી શકાય કે ભૌતિક સુખ- સગવડો વધવાની સાથે મિડલ ક્લાસ અને અપર ક્લાસમાં અનિદ્રાની સમસ્યા પણ વધતી ગઈ છે. જ્યારે ગરીબ વર્ગમાં અનિદ્રાનું કારણ મુખ્યત્વે અન્ય કોઈ રોગના કારણે જોવા મળે છે.ચિંતા, ભય, ક્રોધ, શોક, પસ્તાવો, ઈર્ષા, વિશાદ, હતાશા વગેરે માનસિક ઉદ્વેગોની અવસ્થા નિદ્રાનાશ કરે છે. બેચેની, તૃષ્ણા, બળતરા, ગેસ, ઝાડા, દુખાવો, બહુમૂત્રતા, ખંજવાળ, સૂકી ઉધરસ, હેડકી, શ્વાસ (દમ) વગેરે નાનાં મોટાં કારણોથી નિદ્રાનો અવરોધ થાય છે. ઈલેક્ટ્રોનિક (મોબાઈલ, ટીવી., લેપટોપ વગેરે) વસ્તુઓનો વધતો જતો ઉપયોગ પણ અનિદ્રાને નોતરી લાવે છે.કેટલીક વ્યક્તિઓ પ્રકાશ વગર ઊંઘી શકતી નથી. જ્યારે કેટલીક વ્યક્તિઓને લાઈટ ચાલુ હોય તો વારંવાર ઊંઘમાં ખલેલ પડે છે. તો કેટલીક વ્યક્તિઓને ડીમલાઈટની ટેવ હોય છે. કેટલાક લોકોને પલંગ-ખાટલા વગર ઊંઘ આવતી નથી તો કેટલીક વ્યક્તિઓને ભોંયતળિયે પથારી કરે જ શાંતિથી ઊંઘ આવે છે. કેટલાકને એકાંતમાં એકલા સૂવાથી તોકેટલાકને સમૂહમાં જ ઊંઘ આવે છે.સુખકર પથારી, શાંત વાતાવરણ તથા ભૂખ, તરસ, બેચેની, દાહ-બળતરા, ચિંતા, ક્રોધ, શોક વગેરેનો અભાવ અને શરીરમાં વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષોની સમતા હોય તો શાંતિથી ઘસઘસાટ ઊંઘ આવે છે. આમ અનિદ્રાનો ઉપચાર કરતી વખતે ઉપર નિર્દિષ્ટ શારીરિક અને માનસિક અનકળતા પર ધ્યાન આપવું પડે.

ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે. વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે. 2થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે. દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંઘ આવે છે.

વિષમયતા, ગેસ, દાહ-બળતરા, બેચેની, કોઈ પણ પ્રકારની પીડા ખંજવાળ ઈત્યાદિ નિદ્રાપ્રતિઘાતકર વિકારોની વિશિષ્ટ ચિકિત્સા કરવા ઉપરાંત આવશ્યક્તા જણાય ત્યારે ઊંઘ લાવનાર ઔષધોનો ઉપયોગ પણ કરવો પડે. પગે ગાયના ઘીનું માલીશ, માથા પર શીતળ વાતશામક તેલના અભંગ-મસાજ તથા પગચંપીથી પણ ઊંઘ આવે છે. ગ્રીષ્મમાં રાત્રીનાનથી પણ ઊંઘ આવે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment