ભારતીય સંસ્કૃતિ માં મનુષ્ય માટે જન્મ થી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કારો ની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેમાંથી દર એક સંસ્કાર એક નિશ્ચિત સમયે કરવામાં આવે છે.તેમાં કેટલાક સંસ્કાર તો બાળક ના જન્મ પહેલા કરી લેવામાં આવતા હોય છે, કોઈક જન્મ સમયે તો કોઈક સંસ્કાર પછી કરવામાં આવે છે.

મહર્ષિ વેદવ્યાસ સ્મૃતિ શાસ્ત્ર ના અનુસાર, સોળ સંસ્કાર આપવામાં આવેલા છે.જેમાં – ગર્ભાધાન, પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, મુંડન, કર્ણવેધન, ઉપ નયન, વિદ્યારંભ, કેશાન્ત, સમાવર્તન, વિવાહ, વિવાહ અગ્નિ સંસ્કાર અને અંત માં અંયોષ્ટિ સંસ્કાર નો સમાવેશ કરવામાં આવ્યો છે . આમાં થી ગર્ભ સંસ્કાર ને ખૂબ જ જરૂરી બતાવવામાં આવ્યું છે. એક ગર્ભવતી મહિલા ના ગર્ભ માં રહેલું બાળકને આ સંસ્કાર દ્વારા સંસ્કારિત કરવામાં આવે છે, કારણ કે જયારે તે આ દુનિયામાં આવે તો પ્રતિભાવાન બને, એક સારો માણસ બને, સચ્ચાઈ ના રસ્તા ઉપર ચાલે અને બુરાઈ થી દૂર રહે.

ગર્ભ સંસ્કાર એટલે શું?             

ગર્ભમાં બાળક જયારે આકાર લેતું હોય છે ત્યારે તેના કોમળ શરીર ,મન અને આત્માને જાગૃત્તાપુર્વક શારીરિક,માનસિક સવેન્દાત્મક વિકાસ માટે પ્રેરવા એજ ગર્ભ સંસ્કાર

ગર્ભ સંસ્કાર વિશે સમજાવવામાં આવે તો તેનો અર્થ થાય કે , બાળક જયારે ગર્ભ માં હોય ત્યારથી જ સંસ્કાર આપવામાં આવે છે તેથી તે સમાજ માં પોતાની આદર્શ ઓળખાણ ઉભી કરી શકે. ઘણા લોકો ને એવા પ્રશ્ન થાય છે કે, ગર્ભ થી કેવી રીતે બાળક ને સંસ્કાર આપવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે, આ વાતો ફક્ત ધાર્મિક રૂપ થી જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક રૂપ થી પણ સાચી સાબિત થઈ છે કે, ગર્ભ માં રહેલું બાળક  કોઈ ચૈતન્ય જીવ ની જેમ જ વ્યવહાર કરે છે. તે સાંભળે પણ છે, અને સાથે સાથે ગ્રહણ પણ કરે છે. ગર્ભ સંસ્કાર ની વિધિ ગર્ભ ધારણ પહેલા જ શરૂ થઈ જાય છે. ગર્ભ સંસ્કાર માં ગર્ભવતી મહિલા ની દિનચર્યા, તેનો આહાર, ધ્યાન, ગર્ભસ્થ બાળક નું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ જેવી  બધી બાબતો નું વર્ણન કરવામાં આવ્યું છે. 

 ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે?

ગર્ભ માં રહેલું બાળક એક માંસ નો ટુકડો નહીં, પરંતુ જીવતો-જાગતો જીવ છે. એવામા બનવા વાળા માતા-પિતા બંને ની એ ફરજ બને છે કે, તે શાંત અને દિવ્ય વાતાવરણ માં રહે જેનાથી તેના બાળક ઉપર સારો પ્રભાવ પડે  છે. ગર્ભસ્થ બાળક પોતાની આસપાસ થનારી બધી જ ઘટનાઓ ને અનુભવી શકે છે અને તેનાથી પ્રભાવિત પણ થાય છે. સાથે સાથે તે આવી બધી ઘટના પરથી પોતાની પ્રતિક્રિયા પણ આપે છે. જેમ કે, જો કોઈ ગર્ભવતી સ્ત્રી ની આજુબાજુ માં ઝગડો થાય અને , જોર-જોર થી ચીસો પાડતા હોય તો ગર્ભ માં રહેલું બાળક આ બધા અવાજો થી ડરી જાય છે અને ધ્રુજારી જેવી અસર આપે છે.

ગર્ભવતી સ્ત્રી ને એવા વાતાવરણ માં રહેવું જોઈએ, જ્યાં તે અને તેનું આવનારું બાળક, બંને આ બિનજરૂરી ઘટનાઓ અને વાતાવરણ થી દૂર રહીને ખુશ રહે. પિતા તો ગર્ભધારણ માં ફક્ત સહયોગ આપે છે, પરંતુ માતા પોતાના લોહી ના કણો થી તે બીજ ને જીવ નું રૂપ આપે છે. બાળક નું એક-એક કણ માતા સાથે જોડાયેલું હોય છે. એવા માં માતા ની ભૂમિકા ગર્ભ સંસ્કાર માં પિતા થી પણ વધારે મહત્વ ની હોય છે. 

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *