प्रसंगात् गात्रसंस्पर्शात् निश्वासात् सहभोजनात्। सहशय्या-आसनात् चापि वस्त्रमाल्यानुपलेपनात्।।
कुष्ठ ज्वर श्च शोष श्च नेत्राभिष्यन्द एव च। औपसर्गिक रोग श्च संक्रांति नवरात्र नरम्।।

આનો અર્થ એવો થાય છે કે જેને કુષ્ઠ, સંક્રમણ ની બીમારી થઈ હોય તેમની સાથે લાંબો સમય પસાર કરવો, વારંવાર અડવા થી, એમના ઉચ્છવાસ થી, ભોજન સાથે કરવાથી, સુવાથી કે બેસવાથી, વસ્ત્ર, માળા, લેપ વગેરે વાપરવા થી એક વ્યક્તિમાથી બીજા માણસ મા એ બીમારી ફેલાય છે. આવી જ રીતે ચરક સંહિતામા ચરકે મહામારી તેમજ અલગ અલગ કુદરતી આપત્તિઓ અને તેને કાબુમાં કરવા માટે ના ઉપચાર “જનપદોધ્વસીય” અધ્યાયમા વર્ણવ્યા છે.

આ પરથી એટલુ સમજીએ કે જે વ્યક્તિને આવી કોઈ બીમારી હોઈ તો એકબીજા થી જરૂર વગર નજીકના વ્યવહાર ના કરીએ અને અંતર રાખીને રહીએ. ઉધરસ, બગાસુ વગેરે શ્વાસ ને લગતી પ્રક્રિયાઓ થાય ત્યારે નાક અને મોઢા પાસે રૂમાલ રાખીને કરીએ, આ ઉપરાંત બની શકે તો આખો દિવસ કોટન કપડુ બાંધીને રાખીએ, કોઈ ના કપડા, કોઈ ની માળા, કોઈની વાપરેલી વસ્તુ નો ઉપયોગ કરવો નહિ . કોઈપણ ખાવા-પીવાની અથવા તો પહેરવાની વસ્તુ હાથ ધોઈને વાપરવી.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ના અસરકારક આયુર્વેદીક ઉપચાર :

જો આપડે પ્રકૃતિ અનુસાર આહાર ખાય અને આખો દિવસ એવી પ્રવૃત્તિઓ કરીએ જેનાથી સર્વ દોષ કાબુમાં મા રહે, સર્વ ધાતુઓ બેલેન્સમાં રહે, અગ્નિ બેલેન્સમા રહે અને મળશુદ્ધિ ક્રિયા યોગ્ય રીતે થાય એટલે રોગ પ્રતિકારક શક્તિમા વૃદ્ધિ થાય. ભૂખ હોય તેટલો અને શરીરની ક્રિયાઓ માટે આવશ્યક હોય તેટલો સાદો આહાર લેવો જોઈએ . મનને શાંત અને પ્રસન્ન રાખીએ. કોઈ સાથે વાદ-વિવાદ ના કરવો . એકબીજા પ્રત્યે પ્રેમભાવ અને સમજદારી રાખીએ. આ જ સાચો રોગ પ્રતિકારક શક્તિમા વધારવાનો ઉપાય છે.

ઘરમા સવાર-સાંજ ગુગળ, કપૂર, લીમડો જે અનુકુળ આવે એનો ધૂપ કરીએ. સવાર-સાંજ ગરમ પાણીમા હળદર-નમક નાખીને કોગળા કરીએ. આ ઉપરાંત ઉકાળા નુ સેવન સવાર-સાંજ લેવાનુ આગ્રારહ રાખો. આ સિવાય સૂંઠ અને હળદર પણ કોઈપણ સ્વરૂપમા ફાકીને અથવા ઉકાળો કરીને લેવાનું રાખે. જો ગળામા કફ અથવા તો નાક માથી પાણી પડવાના લક્ષણો દેખાય તો દિવસમા બે થી ત્રણ વાર અજમાની નાસ લેવી.

કફની સમસ્યા વાળા વ્યક્તિઓ એ અજમા-હળદર નો ધુમાડો લેવો ત્યારબાદ નાક મા ગાય નુ ઘી ગરમ કરી એક-એક ટીપું નાખવુ. નાકમા હંમેશા સરસીયુ કે તલ નુ તેલ લગાડીને રાખવુ. જેથી બહાર થી આવતા કોઈપણ ઝેરી જીવાણુ અંદર જતા પહેલા ત્યા જ ચોટી જાય.

ખાસ કરીને ખાવા-પીવા મા વધુ પડતુ ધ્યાન રાખવું , આહાર સાદો, ગરમ અને બને તેટલો ઓછો લેવો. બને ત્યાં સુધી તો એક ટાઇમ પર એક જ અનાજ ગ્રહણ કરવાનુ રાખવુ જેમ કે, એક સમય પર ફકત ભાત અને દાળ,શાક બીજા ટાઈમે ફક્ત રોટલી, ભાખરી વગેરે. બને ત્યાં સુધી ગરમ જમવુ તથા ફળો નુ વધુ પડતુ સેવન કરવુ. હળવી કસરતો, આસનો, પ્રાણાયામ કરવા તથા ધ્યાનમાં વિશેષ રૂપે અને ભૂલ્યા વગર નિયમિત બેસવું . કોઇ સાથે ખોટા વાદ-વિવાદ મા પડવુ નહી. બને તેટલુ મૌન અને શાંતિ જાળવી રાખવી.

આ ઉપરાંત લીમડાના પાંદડા નો ધુમાડો કરીને આપણે વાતાવરણ શુદ્ધ કરી શકીએ. તો ચાલો, આપણે આપણા મનુષ્ય હોવાનુ કર્તવ્ય નિભાવીએ! આપણા ઋષિ-મુનિઓ આ બાબતે, આવા સમય માટે, આપણ ને જે બતાવી ગયા છે તેનુ અનુસરણ કરીએ અને અન્ય પાસે પણ તેનુ અનુસરણ કરાવીએ.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *