ચહેરા પરથી વાળ દૂર કરવાના ઉપાયો નીચે જણાવવામાં આવ્યા છે.:

નારંગી અને ઓલિવ ઓઇલ

નારંગીના છોતરાને ફેંકી દેવાના બદલે તેને તડકામાં સૂકવીને પાવડર બનાવી લેવો. ત્યાર પછી આ નારંગીના પાવડરમાં જરૂર મુજબ ઓલિવ ઓઇલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં લગાવો. આ પેસ્ટને દસ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. દસ મિનિટ પછી આ પેસ્ટને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો . આ ઉપચાર નિયમિત રીતે અપનાવવાથી આપને આપના ચહેરા પરના વાળથી છુટકારો આપવામાં મદદરૂપ સાબિત થાશે.

ચણાનો લોટ

દરેક ઘરમાં સરળતાથી મળતો ચણાનો લોટ આપના ચહેરા પરથી વાળને દુર કરવામાં મદદ કરે છે. ચણાના લોટની એક પેસ્ટ બનાવવા માટે ચણાના લોટમાં ખાંડ અને લીંબુનો રસ ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો. પેસ્ટ તૈયાર કરી લીધા પછી આ પેસ્ટને પર લગાવવી. આ પેસ્ટને ચહેરા પર સુકાઈ જાય ત્યાં સુધી લગાવીને રાખો.હવે સુકાઈ ત્યારે આપના ચહેરાને નવશેકા ગરમ પાણીથી સાફ કરી લો. નિયમિતપણે આમ કરવાથી ચોક્કસ તમને ફાયદો દેખાશે.

મધ અને જવનો લોટ

મધ એક કુદરતી એંટી-ઓક્સીડન્ટ છે. જયારે જવનો લોટ સ્કીન પરથી વધારાના તેલને દુર કરે છે. મધમાં જવનો લોટ ભેળવીને એક પેસ્ટ તૈયાર બનાવો . મધ અને જવના લોટની આ પેસ્ટને આપના ચહેરા પર દસ મિનીટ સુધી લગાવી રાખો. દસ મિનીટ પછી આપના ચહેરાને પાણીથી સાફ કરી લેવો. મધ અને જવના લોટના આ ઉપાયને નિયમિત રીતે આપે આપના ચહેરા પર કરવાથી ચહેરા પર જે વાળ આવી જાય છે તેનો ગ્રોથ ધીરે ધીરે ઓછો થઇ જશે

પૈપયુ

પૈપયાની મદદથી આપ આપના ચહેરાના વાળને દુર કરી શકો છો. તેના માટે આપે સૌપ્રથમ પૈપયાની પેસ્ટ બનાવો . પૈપયાની પેસ્ટમાં થોડીક હળદર પણ ઉમેરી દેવી. આ બન્ને વસ્તુઓને મિક્સ કરી ને એક પેસ્ટ બનાવી લેવી. હવે તૈયાર થયેલ પેસ્ટને આપે આપના ચહેરા પર અને ગરદન પર વ્યવસ્થિત રીતે લગાવવી. આ પેસ્ટને આપ પંદર મિનીટ સુધી ચહેરા પર રહેવા દેવી. પંદર મિનીટ પછી આપના ચહેરાને પાણીથી ધોઈ લો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *