મસાલો બનાવવા માટે કોઈ અલગ સામગ્રીઓની જરૂર નહી પડે. આ મસાલો બધી જ ઘરેલું સામગ્રી માંથી બનાવવામાં આવેલ છે, જેવા કે તજ, લવીંગ, એલચી, મરચા વગેરે….. આ બધી સામગ્રીઓ આપડી ઘેર હોઈ જ છે. તો ચાલો મિત્રો જોઈએ શાક નો ગરમ મસાલો કઈ રીતે બનાવી શકાય.

શાકનો મસાલો બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૨૨ ગ્રામ મેથીના દાણા
  • ૩૨ ગ્રામ કાળી મરી
  • ૩૨ ગ્રામ જીરું

અન્ય સામગ્રીઓ:

  • ૧૦-૧૨ આખા કાશ્મીરી લાલ મરચાં
  • ૮-૧ આખા મસાલા લાલ મરચા
  • ૧૦-૧૨ લીલી એલચી
  • ૧૦-૧૨ લવિંગ
  • ૪ ગ્રામ કાળી એલચી
  • ૧ ગ્રામ તજનો ટુકડો
  • ૫-૬ તમાલ પત્રના પાન

બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કડાઈમાં આ બધા મસાલાઓને એક પછી એક લઇ મધ્યમ તાપે શેકી લો. તે જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી તેને શેકો.
  • આમ બધા મસાલાઓ શેકી લીધા બાદ તેને ઠંડા થવા દો. હવે આ બધાજ મસાલાઓને મિક્ષ્ચર જારમાં ગ્રાઈન્ડ કરી લો અને પાવડર બનાવી લો.
  • આ મસાલાને સુકા કન્ટેનરમાં ભરી લો અને જરૂર મુજબ તેનો ઉપોગ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *