એસીડીટી વધુ પડતા તીખા-તળેલા પદાર્થો ના સેવન, ઓછો શારીરિક શ્રમ, આ સાથે ખાન-પાન મા થતી ફેરબદલી, વધુ પડતા નશીલા પદાર્થો જેવા કે દારુ ના સેવન અને માનસિક તણાવ ને લીધે થઇ શકે છે. આ એસીડીટી માંથી કાયમી માટે મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

લવિંગ :

આ વાત કદાચ જાણતા આશ્ચર્ય લાગશે કે માથા ને લગતો દુઃખાવો હોય કે પછી દાંત નો દુઃખાવો લવિંગ આવા તમામ રોગો માટે અકસીર સાબિત થાય છે. આ સાથે ખાવા મા તીખાસ હોવા છતાં પણ આ લવિંગ એસિડીટી મા ઘણો ઉપયોગી સાબિત થાય છે. જો નિયમિત ભોજન બાદ જો લવિંગ ખાવા ની ટેવ પાડવામા આવે તો તેના થી આ એસીડીટી માંથી કાયમ માટે મુક્તિ મેળવી શકાય છે.

આ લવિંગ કેવી રીતે કામ કરે છે :

આ લવિંગ મા મળી આવતા અમુક તત્વો જમ્યા બાદ પેટ મા જમા થયેલ ખોરાક ને અન્નનળી માંથી પસાર કરી આંતરડા સુધી પહોંચાડવાની ની ક્રિયા ને ઝડપી બનાવી દે છે. આ લવિંગ ને લીધે મોઢાં મા લાળગ્રંથી વ્યવસ્થિત લાળ ઉત્પન્ન કરે છે અને જેથી માનવ શરીર નુ પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે અને તાત્કાલિક થતી એસિડીટી મા રાહત મળે છે.

પેટ માટે ગુણકારી :

લવિંગ પેટ ના કોઈ ભાગ મા સોજો આવી ગયો હોય અથવા તો ગેસ જેવી તકલીફ થઈ ગઈ હોય તો રાહત આપે છે. આ સાથે લવિંગ છાતી મા બળતરા, એસિડીટી તેમજ અપચા ની તકલીફ સામે રાહત આપૅ છે.લવિંગ મા વિદ્યમાન ક્ષાર તેમજ વાયુ ને દુર કરનારા તત્વો પાચનતંત્ર ને સુદૃઢ બનાવી વધારે બનતા એસિડ ના ઉત્પાદન અટકાવે છે તેમજ પેટ મા ગેસ થવા નથી દેતા.

લવિંગ નો ઉપયોગ કરવાની રીત :

ભોજન બાદ આ લવિંગ ને ચાવીને ખાવ. આવું કરવાથી લવિંગ માંથી નીકળતો રસ મોઢાં મા જ છૂટશે. આ રસ ને આમ ને આમ થોડી વાર માટે મોઢાં મા રાખો આવું કરવાથી થોડી વાર મા તમને એસિડીટી મા રાહત થતી જણાશે. ભોજન લીધા બાદ જો નિયમિત આ રીતે લવિંગ નો ઉપયોગ કરવામા આવશે તો થોડા જ સમય મા એસિડીટી ની તકલીફ થી કાયમી માટે રાહત મેળવી શકાશે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *