મસાલો બનાવવા માટે કોઈ અલગ સામગ્રીઓની જરૂર નહી પડે. આ મસાલો બધી જ ઘરેલું સામગ્રી માંથી બનાવવામાં આવેલ છે, જેવા કે તજ, લવીંગ, એલચી, મરચા વગેરે….. આ બધી સામગ્રીઓ આપડી ઘેર હોઈ જ છે. તો ચાલો મિત્રો જોઈએ શાક નો ગરમ મસાલો કઈ રીતે બનાવી શકાય.
શાકનો મસાલો બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૨૨ ગ્રામ મેથીના દાણા
- ૩૨ ગ્રામ કાળી મરી
- ૩૨ ગ્રામ જીરું
અન્ય સામગ્રીઓ:
- ૧૦-૧૨ આખા કાશ્મીરી લાલ મરચાં
- ૮-૧ આખા મસાલા લાલ મરચા
- ૧૦-૧૨ લીલી એલચી
- ૧૦-૧૨ લવિંગ
- ૪ ગ્રામ કાળી એલચી
- ૧ ગ્રામ તજનો ટુકડો
- ૫-૬ તમાલ પત્રના પાન
બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કડાઈમાં આ બધા મસાલાઓને એક પછી એક લઇ મધ્યમ તાપે શેકી લો. તે જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી તેને શેકો.
- આમ બધા મસાલાઓ શેકી લીધા બાદ તેને ઠંડા થવા દો. હવે આ બધાજ મસાલાઓને મિક્ષ્ચર જારમાં ગ્રાઈન્ડ કરી લો અને પાવડર બનાવી લો.
- આ મસાલાને સુકા કન્ટેનરમાં ભરી લો અને જરૂર મુજબ તેનો ઉપોગ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!