રોજ થોડો સમય ઊંડા શ્વાસ લેવાથી આપના આરોગ્ય અને જીવનશૈલીમાં મોટો સુધારો થાય છે . તમે ચિંતિત કે પરેશાન હોવ છો તો તમારા હૃદયના ધબકારા સતત વધી જાય છે . લોહીનો પ્રવાહ તમારા હૃદય અને મગજ ભણી વધી જાય છે . તેનાથી બચાવ માટે તમારે રોજ ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરવો જોઈએ .આમ કરવાથી ૨૪ થી ૪૮ કલાકમાં જ મન અને શરીરને આરામ મળે છે .
ઊંઘ બહેતર આવે છે . સૌથી મોટી વાત એ છે કે રોગથી લડવાની ક્ષમતા બહેતર થાય છે . જેમને અનિદ્રાની ફરિયાદ હોય તે સૂતા પહેલાં ઊંડા શ્વાસ જરૂરથી લો . ઊંડા શ્વાસ લેવાથી તાજો ઓકિસજન મળે છે અને ઝેરી પદાર્થ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે . લોહીમાં પ્રાણવાયુનું પ્રમાણ વધતાં રોગપ્રતિકારક શક્તિ વધે છે .
શરીરના મહત્વના અંગ સારી રીતે કામ કરવા લાગે છે . ટોક્સિક મુક્ત અને તંદુરસ્ત લોહી સંક્રમણનો ફેલાવો કરનારા કીટાણુને જડથી ખતમ કરે છે . ઊંડા શ્વાસ લેવાથી ચિંતાજનક વિચારો અને ગભરાટથી છુટકારો મળે છે . હૃદયની ગતિ ધીમી થઈ જાય છે . હોર્મોન સંતુલિત થાય છે . કોર્ટિસોલનું પ્રમાણ ઘટે છે . કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોન છે . તેનું પ્રમાણ લાંબા સમય સુધી વધુ રહેતાં ખૂબ નુકસાન કરે છે . તમે જ્યારે ઊંડા શ્વાસ લો છો ત્યારે શરીર અન્ડોર્ફિન બનાવે છે . તે સારા હાર્મોન છે . શરીર દ્વારા જ તૈયાર થતું કુદરતી દર્દ નિવારક છે ,
Thank you for reading this post, don't forget to subscribe!