ચોમાસાની સિઝન શરૂ થાય એટલે તરત જ બજારમાં મકાઈ મળવા લાગે. પહેલાં દેશી મકાઇ જ આવતી પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકન મકાઈ લોકપ્રિય બની છે. બહાર ફરવા જઇએ ત્યારે પણ ઠેરઠેર મકાઇની લારી ઊભી હોય ત્યાં બાફેલી મકાઈ ખાવાની નાનાં બાળકો અને મોટા બંનેને ખૂબ મજા આવતી હોય છે. ઘણાં લોકોને મકાઇ શેકેલી ભાવતી હોય છે. મકાઈની ખાસિયત એ છે કે તેને બાફવાથી અને શેકવાથી તેની ગુણવત્તા બદલાતી નથી. મકાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે પૌષ્ટિક પણ છે .

બાળકોએ તો મકાઇ ખાસ ખાવી જોઇએ. બાળકોના વિકાસમાં મકાઇ લાભદાયી બની રહેશે. તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ , વિટામિન અને કેલ્શિયમ હોય છે. તે બાળવિકાસમાં ઉપયોગી સાબિત થાય છે.મકાઇમાં રહેલું કેલ્શિયમ , મેગ્નેશિયમ , આયર્ન હાડકાં મજબૂત બનાવવાનું કામ કરે છે .જો મકાઈ સદતી હોય , મતલબ કે તેનાથી વાયુ ન થતો હોય તો રોજ એક મકાઇ અવશ્ય ખાવી જોઇએ. તેનાથી હાડકાં મજબૂત થાય છે . શરીર સ્કૂર્તિલું રહે છે. તેની અંદર રહેલું નેચરલ ગ્લુકોઝ શરીર માટે લાભદાયી બની રહે છે.

વળી તેને બરાબર ચાવીને ખાવી પડતી હોવાથી દાંત પણ મજબૂત બને છે.મકાઈના રેસા પેટની પાચનશક્તિ મજબૂત બનાવે છે , તેથી જે બાળકોને વારંવાર ડાયેરિયાની તકલીફ થતી હોય તેમના માટે પણ મકાઈ લાભદાયી બની રહેશે. મકાઇમાં કેરોટિનોઇડ , બાયોફ્લેવનોઇડ અને વિટામિન સી હોવાને કારણે લોહીનું પરિભ્રમણ મજબૂત બને છે. હવે તો તે માત્ર ચોમાસામાં જ નહીં પણ બારેમાસ મળતી હોવાથી રોજ બાળકોને ખવડાવી શકાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *