આ રીતે ઘરે બનાવો તૈયાર પેકેટમાં મળે એવો ચાટ મસાલો

સામગ્રી: 

 • જીરું – 100 ગ્રામ
 • આખા સુક્કા ધાણા – 100 ગ્રામ
 • લાલ સુકા મરચા – 10 ગ્રામ
 • કાળા મરી – 50 ગ્રામ
 • સંચળ – 200 ગ્રામ
 • મીઠું – 200 ગ્રામ
 • હીંગ – 3-4 ચપટી
 • લીંબુના ફૂલ – 5 ગ્રામ

રીત:

 • સૌ પહેલા , જીરું, ધાણા અને કાળા મરી સાફ કરો
 • એક પેનમાં જીરું, ધાણા, કાલા મારી અને સુકા લાલ મરચા બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
 • ત્યારબાદ તેમાં હિંગ ઉમેરી, થોડીવાર વધુ શેકો
 • મસાલા શેકવાની સુગંધ આવવા લાગે ત્યારે ગેસ ઉપરથી નીચે ઉતારો અને ઠરવા દો
 • હવે આ આખા મસાલા ઠંડા પડે પછી તેને મિક્સરના જાર માં લો અને તેમાં લીંબુના ફૂલ, સંચળ અને મીઠું ઉમેરો
 • મિક્સરમાં મસાલાને સંપૂર્ણપણે બારીક પીસો
 • તો તૈયાર છે આપડો ચાટ મસાલો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment