સુરત નો ફેમસ કોકો હવે તમે ઘરે પણ બનાવી શકશો માત્ર ઍક ક્લિક કરીને

સામગ્રી

  • દુધ,
  • જરૂરિયાત અનુસાર ખાંડ,
  • કોર્નફ્લોર,
  • ડાર્ક કોકો પાઉડર..

કોકો બનાવવાની રીત

  1. કોકો બનાવવા માટે સૌ પહેલા દુધમાં કોર્નફ્લોર અને કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું.
  2. પછી આ મિશ્રણને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. બે વાર ઉકાળો આવે એટલે તેમાં ૩ ચમચી જેટલી ખાંડ નાંખીને બરાબર મિક્સ કરી લેવું.
  3. હવે આ મિશ્રણમાં ખાંડ ઓગળી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરતુ રહેવું.
  4. એ પછી આ મિશ્રણ ઠંડુ થઇ જાય પછી તેને ફ્રીજમાં રાખી દેવું અને ઠંડુ થવા દેવું.
  5. આ મિશ્રણને ફ્રીજમાં ૫ થી ૬ કલાક જેટલું રાખ્યા બાદ એમાં સ્વાદ મુજબ આઇસક્રીમ, ડ્રાયફ્રૂટ અને ચોકલેટ ચિપ્સ પણ ઉમેરી શકાય છે. હવે તૈયાર છે નાના મોટા સૌને ભાવે એવો સ્વાદિષ્ટ કોલ્ડ કોકો. ઉનાળાની ગરમીમાં મહેમાનોને પણ આ કોલ્ડ કોકો જરુર પીવડાવો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment