આજે અહીં બતાવ્યા પ્રમાણે મિક્સ કરો ઘરની આ ચીજો અને બનાવો તમારા વાળને સુંદર, કાળા અને ભરાવદાર. તમારે કોઇ કલર કે ડાઇ કરવાની જરૂર નથી . સફેદ વાળની સમસ્યાને દૂર કરવાના ઘરેલૂ અને સરળ ઉપાય…

  1. એક પેનમાં થોડું પાણી લઇને તેમાં 2 ચમચી ચાની ફૂકી નાંખીને ઉકાળી લો. ઠંડું થાય ત્યારે તેને ગાળીને તે પાણીથી વાળ ધૂઓ. ત્યારબાદ તરત શેમ્પૂ ન કરો.
  2. તરોઇને નારિયેળના તેલમાં 3-4 કલાક એટલે કે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળી ન થાય. આ તેલને વાળમાં લગાવો અને માથાનું મસાજ કરો
  3. દૂધીના રસમાં ઓલિવ ઓઇલ કઅથવા તલનું તેલ મિક્સ કરો અને માથામાં લગાવો
  4. વાળ ધોવાના 10 મિનિટ પહેલા ડુંગળીને પીસીને તેનો રસ અને પેસ્ટને વાળના મૂળમાં લગાવો. વાળ ખરતા અટકશે
  5. જામફળના પાનને પીસી લો અને વાળ ધોવાના 10 મિનિટ પહેલાં તેને પોતાના માથામાં નિયમિતપણે લગાવો
  6. 1 ગ્રામ કાળા મરીને 1/2 કપ દહીંમાં મિક્સ કરીને વાળમાં મસાજ કરો. તેમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકાય છે
  7. બદામના તેલમાં આમળાનો રસ મિક્સ કરીને નિયમિતપણે લગાવવાથી વાળ કાળા થાય છે

વાળ પર આ ફૂડ લગાવવાથી વાળ રહેશે હેલ્ધી

મેથીદાણા: 1 કપ મેથી દાણાને રાત ભર પાણીમાં પલાળીને રાખો, સવારે તેની પેસ્ટ બનાવી નારિયેળ તેલમાં મિક્સ કરીને આ તેલ વાળમાં લગાવો. 1 કલાક બાદ વાળ શેમ્પૂથી ધોઇ લો.

લસણ: તેની 7-8 કળીઓ પીસીને નારિયેળ તેલ કે ઓલિવ ઓઇલમાં નાંખીને ઉકાળી લો . ઠંડું થાય ત્યારે તેને માથામાં લગાવો. આનાથી વાળ ભરાવદાર બનશે.

મીઠો લીમડો: 1/2 કપ નારિયેળ તેલમાં 7-8 લીમડાના પાન નાખી 2-3 મિનિટ સુધી ઉકાળો. ઠંડું થાય ત્યારે તેનાથી વાળમાં માલિશ કરો.

દહીં: 1 કપ દહીંમાં 1/2 ચમચી ફટકડી પાવડર અને 1/4 ચમચી હળદર મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. વાળ હેલ્ધી અને ભરાવદાર બનશે. અઠવાડિયામાં 1 વાર આમ કરો.

મિત્રો આવી જ બીજી અનેક માહિતી મેળવવા માંગતા હોવ તો અમારું પેઇઝ લાઈક કરો અને બીજા ને માહિતી મોકલવા માટે શેર કરો

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *