સામગ્રી :
- સામગ્રી
- રાઇસ બનાવવા માટે
- 2 કપ – બાસમતી ચોખા
- 2 નંગ – તમાલપત્ર
- 1 ટૂકડો – તજ
- 2-3 નંગ – લવિંગ
- 2-3 નંગ – કાળામરી
- 2-3 નંગ – લીલી ઇલાયચી
- સ્વાદાનુસાર – મીઠું
- ગ્રેવી બનાવવા
- 1 નંગ – ગાજર (સમારેલું)
- 1/2 કપ – વટાણા
- 1/2 કપ – ફુલાવર
- 5-6 નંગ – ફણસી
- 1/2 ચમચી – જીરૂ
- 2 નંગ – ડુંગળી (સમારેલી)
- 2 નંગ – ટામેટું (સમારેલુ)
- 3 નંગ – આદુ-મરચાની પેસ્ટ
- 1/2 ચમચી – હળદર
- 1 ચમચી – લાલ મરચું
- 2 ચમચી – ધાણાજીરૂ
- 1/2 ચમચી – ગરમ મસાલો
- 1 કપ – દૂધ
- 1 ચપટી – ખાંડ
- સ્વાદાનુસાર – મીઠું
- જરૂરિયાત મુજબ – તેલ
- અન્ય સામગ્રી
- 1/2 કપ – દહીં
- 8-10 – કેસર
- 1 મોટી ચમચી – ઘી
- સમારેલી કોથમીર
સજાવટ માટે
કિશમિશ અને કાજૂ
બનાવવાની રીત
બિરયાની માટે રાઇસ બનાવવાની રીત
સૌ પ્રથમ ચોખાને ધોઇને એક વાસણમાં થોડીક વાર પાણીમાં પલાળી રાખો.હવે એક પેનમાં 5 કપ પાણી લો અને તેમા ચોખા, તમાલપત્ર તજ, લવિંગ, કાળામરી, ઇલાયચી અને મીઠું ઉમેરીને ધીમી આંચ પર રાખો. ઢાંકણ ઢાંકી દો. 10-15 મિનિટમાં રાઇસ બની જશે. એક ચમચીથી રાઇશ નીકાળો અને આંગળીથી મશળીને જુઓ. જો રાઇસ ચઢી ગયા હોય તો ગેસ બંધ કરી દો. હવે એક ચારણીમાં રાઇસ નીકાળીને છૂટા કરો અને તેમા રહેલું થોડૂક પાણી નીકાળી લો.
ગ્રેવી બનાવવા માટે
ગેસ પર નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તે પછી તેમા જીરૂ ઉમેરીને ફ્રાય કરી લો. જીરૂ ચટકે તેમા સુગંધ આવે એટલે ડુંગળી ઉમેરી તેને સાંતળી લો. હવે તેમા આદુ-મરચાની પેસ્ટ, હળદર, ધાણાજીરૂ , લાલ મરચું અને ગરમ મસાલો તેમજ મીઠું ઉમેરી એક મિનિટ ચઢવા દો. ત્યાર પછી તેમા ટામેટા ઉમેરી એક કપ પાણી મિક્સ કરી 4 મિનિટ રાખો. હવે તેમા ગાજર, વટાણા, ફુલાવર, ફણસી અને દૂધ ઉમેરો. ત્યાર પછી ગ્રેવીમાં ખાંડ ઉમેરો. હવે તેને મધ્યમ આંચ પર એક ઢાંકણથી ઢાંકીને 6-7 મિનિટ માટે ચઢવા દો અને ગેસ બંધ કરી દો. બિરયાની માટે શાકની ગ્રેવી તૈયાર છે.
વેજ બિરયાની બનાવવાની રીત
એક બાઉલમાં દહીં,લીલી કોથમીર અને કેસર ઉમેરીન ચમચી વડે બરાબર મિક્સ કરી લો. હવે દહીંના મિશ્રણમાં રાંધેલા રાઇસ ઉમેરી બે ચમચી વડે બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી હાંડી કે કુકરમાં અડધું રાઇસનું મિશ્રણ તેને ફેલાવો. હવે રાઇસની ઉપર તૈયાર શાકની ગ્રેવી ઉમેરી ફેલાવો. ત્યાર પછી ગ્રેવી પર વધેલા રાઇસ ઉમેરી લો. હવે ઘીને રાઇસ પર ઉમેરો. ત્યાર પછી તે વાસણને ઢાંકણથી ઢાંકી દો. હવે ગેસ પર એક નોન સ્ટિક તવી રાખો. તવા પર બિરયાની વાળું હાંડી કે કુકર રાખીને ધીમી આંચ પર 25-30 મિનિટ રાખો. જ્યારે બિરયાની બની જાય એટલે ગેસ બંધ કરી દો અને વેજ બિરયાનીને એક મોટા ચમચા વડે બરાબર મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરો. તેને તમે કાજૂ, કિશમિસ અને કોથમીરથી ગાર્નિશ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!