સાઉથ ઇન્ડિયન જેવો જ સાંભર નો મસાલો હવે તમે પણ ઘરે બનાવી ને સંભારમાં વાપરી શકો છો
જરૂરી સામગ્રી
૧ ટીસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન ચણાની દાળ
૧ ટેબલસ્પૂન તુવેર ની દાળ
૧ ટેબલસ્પૂન અડદની દાળ
૧ ટીસ્પૂન મેથીના દાળ
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૮ આખા સુકા લાલ કાશ્મીરી મરચા
૧ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન હીંગ
થોડા લીમડાના પાન
બનાવાની રીત
- એક પહોળા નૉન-સ્ટીક વાસણમાં તેલ ગરમ કરી બધી વસ્તુઓ ભેગી કરી , ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા તો બધી દાળ થોડી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો.ત્યારબાદ ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે તે સંપૂર્ણ ઠંડું થાય ત્યારે તેને મિક્સરની ઝારમાં નાખી ઝીણો પાવડર તૈયાર કરો.
- હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં મૂકી રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!