યોગ કરવાથી ઘણી મુશક્લીઓનું નિવારણ આવી જાય છે. અને શરીરની નાની-મોટી સમસ્યાઓ ગાયબ થઇ જાય છે. આજે જે યોગઆસન અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, તેનાથી તમને ગેસ તથા એસિડિટી બંન્નેમાં રાહત મળશે. પરંતુ એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે, જ્યારે તમે આ યોગ કરો તેના પહેલા પાણી બિલકુલ પીવું નહી.

હલાસન:


આ આસન નિયમિતપણે કરવાથી શરીર સ્ફૂર્તિલુ અને જવાન બની રહે છે. પેટ બહાર નથી નિકળતું, અને શરીર સુડોળ દેખાય છે. ભાવનાત્મક સંતુલન અને તણાવ દૂર કરવા માટે આ આસન લાભદાયક છે. આ આસનથી પાચનતંત્ર અને માસપેશિયોને શક્તિ મળે છે.

સર્વાંગાસન:

શરીરના સંપૂર્ણ અંગોને ઉપર તરફ રાખવાની સ્થિતિને સર્વાંગાસન કહે છે. આ આસન ગળાની ગ્રંથિઓને અસર પહોંચાડીને વજન ઓછો કરવામાં સહાયક બને છે તેમજ આંખો અને મસ્તિષ્કને શક્તિ પૂરી પાડે છે. આ આસન પાચન ક્રિયાને શુદ્ધ કરે છે તથા શરીરમાં લોહીનો વધારો કરી લોહી બનાવવાનું કાર્ય કરે છે.

સેતુબંધ આસન:

સેતુબંધ આસન પીઠ ની તમામ કોશિકાઓ પોતાના સ્થાન પર સ્થાપિત કરવામાં સહાયક છે. આ આસન કમરના દુ:ખાવાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. પેટના બધા અંગો જેવા કે લીવર, પેનક્રિયાઝ અને આંતરડામાં ખેંચાવ આવે છે. કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

ધનુરાસન:


આ આસનમાં શરીરનો દેખાવ ખેંચાયેલા ધનુસ જેવું દેખાય છે, માટે તેને ધનુરાસન કહેવામાં આવે છે. આના દ્વારા તમામ આંતરિક અંગો, માંસપેશિઓ તેમજ ઘુંટણનું વ્યાયામ થઇ જાય છે. ગળાના રોગોને દૂર કરી શકાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. સર્વાઇકલ સ્પાંડિલાઇટિસ, કમરનો દુ:ખાવો અને પેટ સંબંધી સમસ્યાઓમાં આ આસન લાભકારી છે.

નૌકાસન:


નૌકાસન એટલે કે નાવડીના આકારનું આસન. પીઠ અને મેરુદંડને લચીલું અને મજબૂત બનાવવા માટે નૌકાસન લાભદાયક છે. આ આસન ધ્યાન અને આત્મબળને વધારવામાં મદદરૂપ છે. ખંભા અને કમરના દુખાવા માટે પણ આ આસન ફાયદાકારક છે. શરીરને સુડોળ બનાવી રાખવા માટે આ આસન નિયમિત કરવું જોઇએ.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *