જ્યારે વિટામીન B12 શરીરમાં ઘટવા લાગે છે ત્યારે શરીરમાં સુન્નતા આવે છે. કોઈ અંગ જકડાય જાય છે અને વારંવાર ખાલી ચડવાની સમસ્યાઓ ઉભી થાય છે. હાથ પગ કે કોઈ શરીરના અંગમાં કોઈ કારણ વગર ખાલી ચડવા માંડે તો સમજી લેવું કે તમને વિટામીન વિટામીન B12ની ઉણપ છે. ક્યારેક શરીરના અંગ ઉપર કોઈ સોય મારતું હોય તેમજ ખૂંચતું હોય તેવો અહેસાસ થાય છે. આ લક્ષણ વિટામીન B12ની ઉણપ દર્શાવે છે. જો તમને વારંવાર આવું થઇ રહ્યું છે હોય તો વિટામીન B12નો રીપોર્ટ કરાવી લેવો.

શરીરમાં જોવા મળતી નબળાઈ પણ વિટામીન બી12ની ઉણપ દર્શાવે છે. શરીરમાં કારણ વગરની અચાનક નબળાઈ લાગવા લાગે, માંસપેશીઓમાં નબળાઈ અનુભવાય અને જેને લીધે માથાનો દુખાવો. ખાલીપણું અનુભવાય. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો એ વિટામીન બી૧૨ની ઉણપ બતાવે છે, જેથી વહેલાસર રીપોર્ટ કરાવી લેવો જોઈએ જેથી વધારે સમસ્યા થતી અટકાવી શકાય.

જીભમાં પણ વિટામીન B12ના લક્ષણો જોવા મળે છે. જીભમાં જો ચાંદા પડે, ચીકણાપણું જોવા મળે, સોજો આવે, નાના નાના દાણા જેવું જોવા મળે તો તે વિટામીન B-12 ની ઉણપ  હોવાનું લક્ષણ છે. જે આ સંકેતો સ્વરૂપે દેખાઈ આવે છે.

સામાન્ય કરતા વધારે ઠંડીનો અનુભવ થાય તો વિટામીન બી12ની કમીને કારણે લોહીની માત્રામાં ઘટાડો થાય છે. આ સમયે લોહીની કોશિકાઓને પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન મળતો બંધ થઇ જાય છે જેના લીધે હાથ પળમાં ઠંડકનો અનુભવ થાય છે. હાથ પગ ઠંડા પડી જાય છે.

વિટામીન અનેક ખોરાકમાંથી પણ મળે છે અને ફળોમાંથી પણ મળે છે. ખાસ કરીને આથાવાળા ખોરાક, ફણગાવેલા કઠોળ, દુધ અને દુધની બનાવટો તેમજ માંસાહારમાંથી મળે છે. આ માટે સૌથી અગત્યનું છે કે દુધનું સેવન કરવું જોઈએ. મધમાંથી પણ સારી માત્રામાં વિટામીન B12 સારા પ્રમાણમાં મળે છે.

સુકામેવામાંથી પણ વિટામીન B12 મળે છે. જેથી સુકામેવાનું સેવન કરવું, તાજું અને સુપાચ્ય ભોજન કરવું. લીલા શાકભાજી લેવા અને તેનો ખોરાકમાં ઉપયોગ કરવો. ખોરાકમાં તરીકે વિટામીનમાં દુધની બનાવટમાં દહીંનું સેવન કરવું જોઈએ. દહીંમાં પણ સારી માત્રામાં વિટામીન B12 ખુબ જ સારા પ્રમાણમાં હોય છે.

આમ, આપણા શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય તો ઉપરોક્ત લક્ષણો જોવા મળે છે. આ બતાવેલા લક્ષણો જો તમારા શરીરમાં જોવા મળે તો તમારે રીપોર્ટ કરાવી લેવો જોઈએ. આ રીપોર્ટ કરીને તમે શરીરમાં રહેલી વિટામીન 12ની ઉણપને ચકાસી શકો છો.. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *