પ્રેગનન્સીના સ્ટ્રેટમાર્ક,ખીલ,દાતના રોગ,શરદી,ખાંસી જેવા રોગોમાં પૃથ્વી પર સૌથી ઉપયોગી ઔષધી હળદર છે,તો જાની લો તેના ફાયદા

હેલ્થ ટિપ્સ

હળદર શરીર કે ત્વચા પર પડેલા પિગમન્ટેશનને દૂર કરે છે. તેમ કરવા માટે થોડી હળદરને વાટીને તેમાં લીંબુનો થોડો રસ મિક્સ કરો અને પછી ઇચ્છો તો તેમાં કાકડી મિક્સ કરી દો. આ રીતે કરવામાં આવતો હળદરનો પ્રયોગ તમને એક નહીં, અનેક સારા પરિણામો આપશે. જોકે, સારું રિઝલ્ટ મેળવવા માટે સતત તેનો પ્રયોગ કરતા રહેવું.

ચહેરા પર ખીલ હોય તો હળદરના પાવડરમાં ચંદન તથા પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. આનાથી ખીલ ધીમે-ધીમે દૂર થશે. બજારમાં ખીલ દૂર કરવા માટે મળતી વિવિધ ક્રીમોની સરખામણીએ હળદર વધુ સારી અસર કરે છે.

હળદર બોડી સ્ક્રબનું કામ પણ કરે છે. નાહ્યા પહેલા હળદરનો પાવડર, પાણી અને ચણાના લોટની પેસ્ટ બનાવી શરીર પર ઘસો. આવું નિયમિતપણે કરવાથી તમારું શરીર ચમકી ઉઠશે અને સ્વસ્થ પણ રહેશે. જો તમારા લગ્ન થવાના છે તો આ પેસ્ટનો પ્રયોગ અત્યારથી જ શરૂ કરી દો.

પ્રેગનન્સી દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને તે હજુ દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આ પ્રયોગ રોજ કરવાથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે.

જો તમેં ચહેરા પરના વાળથી પરેશાન છો તો તમારે હળદર લગાવવી જોઇએ. સતત તેના પ્રયોગથી ચહેરા પરના વાળ ઝાંખા થશે અને ધીમે-ધીમે દૂર પણ થઇ જશે.

 જો તમેં રસોડામાં ભોજન બનાવતી વખતે દાઝી ગયા છો તો તેના પર હળદર અને એલોવીરા જેલ લગાવી દો. આનાથી બળતરા ઓછી થશે અને દાજેલી જગ્યા પર ડાઘા પણ નહીં રહે.

 હળદરથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલૂણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં ત્રણવાર ઇન્ફેક્શન ફેલાયું હોય તે જગ્યા પર લગાવો. ત્યારપછી ગરમ પાણીથી તમારું મોઢું ધોઇ લો આનાથી તમારો રોગ દૂર થઇ જશે.

જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a Reply