પેઢામાંથી લોહી નીકળવું , દાંતનો દુખાવો થવો , દાંતમાં સડો થવો તેમજ મોઢામાંથી વાસ આવવાની સમસ્યાથી તમે પણ પીડાતા હૉવ તો આ ઉપાય અજમાવો

જરૂરી નથી કે દાંતની સમસ્યા અમુક ઉંમર બાદ જ થાય , નાની ઉંમરે પણ દાંતની અને પેઢાની સમસ્યા થવા લાગતી હોય છે , જો તમે દાંતની યોગ્ય સફાઇ નહીં કરો તો તેની સમસ્યાનો સામનો કરવો જ પડશે . મોઢાની યોગ્ય સફાઇ ને અભાવે દાંત ખરાબ થઈ જવા , પેઢામાંથી લોહી નીકળવું , દાંતનો દુખાવો થવો , દાંતમાં સડો થવો તેમજ મોઢામાંથી વાસ આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે . તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ , કારણ કે તે જિંજિવાઇટિસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે . જોકે શરીરમાં વિટામિન સીની ઊણપ થવાથી પણ ઘણી વખત પેઢામાંથી લોહી નીકળતું હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિને દાંત અથવા પેઢામાંથી લોહી આવે છે ત્યારે એવું કહી શકાય કે તે વ્યક્તિ સરખી રીતે બ્રશ નહીં કરતી હોય . બ્રશ નહીં કરવાની સાથે શરીરમાં વિટામિન C ની ઊણપ હોય તો પણ આવું થતું હોય છે

૧૮ થી ૬૫ વર્ષની વયના લોકોએ દરરોજ ૪૦ મિલિગ્રામ વિટામિન C નું સેવન કરવું જરૂરી છે . વિટામિન C શરીરમાં સંગ્રહિત કરી શકાતું નથી તેથી તમારે દરરોજ તેની જરૂર પડે છે . માટે વિટામિન C યુક્ત ખોરાક રોજ ખાવો .

નારંગી , મૌસંબી , લીંબુ , આમળા , કીવી જેવાં ખાટાં ફળ તેમજ પપૈયાં , બ્લેક કરન્ટ , કેપ્સિકમ , સ્ટ્રોબેરી , બ્લેકબેરી , લૂબેરી , રાસબરી , બોક્લી અને કેળું ખાવાથી ફાયદો થાય છે . તે સિવાય પણ પેઢામાંથી લોહી નીકળતું હોય તો અમુક ઘરેલુ ઉપાય અજમાવી તેને તમે રોકી શકો છો .

કડવા લીમડાનાં પાનમાં એન્ટિ ઓક્સિડેન્ટ , એન્ટિ બેક્ટરિયલ ગુણ હોય છે . તેનાં પાનનો રસ કાઢીને પેઢા પર લગાવી ૫ મિનિટ બાદ નવશેકા પાણીથી કોગળા કરી લો . દિવસમાં 2 વાર આ ઉપાય કરવાથી પાયોરિયા જડમૂળથી દૂર થઈ જાય છે .

મીઠામાં એન્ટિ બેક્ટરિયલ અને એન્ટિ સેપ્ટિક ગુણ હોય છે . આ પાયોરિયાની સમસ્યામાં તરત આરામ આપે છે . તેના માટે ૧ ગ્લાસ ગરમ પાણીમાં ૧ નાની ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં બે વાર આ પાણીથી કોગળા કરો . આનાથી પેઢામાં દુખાવો , સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે .

હળદરમાં એન્ટિ બેક્ટરિયલ , એન્ટિ વાઈરલ , એન્ટિ ઈફ્લેમેટરી ગુણ હોય છે . એવામાં આ પાયોરિયાની સમસ્યાને ઠીક કરે છે . તેના માટે હળદરમાં થોડાં ટીપાં પાણીનાં મિક્સ કરીને પેઢા પર મસાજ કરો . પછી પાણીથી કોગળા કરી લો . આનાથી પેઢામાં દુખાવો , સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે .

હિંગને પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે. સવારે કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે .

તલના તેલનો કોગળો મોઢામાં દસ – પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે . ફુલાવેલી ફ્ટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે .

દાંતનું પેઠું સોજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફ્ટકડીનો પાઉડર લગાવવાથી દુખાવો મટે છે . તેલ , લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો , દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment