સામગ્રી

૬ થી ૮ વધેલી ઇડલી

૨ ટેબલસ્પૂન તેલ

૧ ટીસ્પૂન રાઇ

૨ આખાં સૂકાં લાલ મરચાં , ટુકડા કરેલા

૧/૨ કપ સમારેલાં અને બાફેલાં ગાજર

૧/૪ કપ બાફેલાં લીલા વટાણા

૧/૪ કપ સમારેલાં ટામેટાં

મીઠું , સ્વાદાનુસાર

ઇડલી ઉપમા સાથે પીરસવા માટે નાળિયેરની ચટણી

બનાવવાની રીત:

ઇડલી ઉપમા બનાવવા માટે બધી ઇડલીનો ભુક્કો કરી એક ઊંડા બાઉલમાં નાખો અને એક બાજુ મૂકો . એક પહોળા નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી , તેમાં રાઇ અને લાલ મરચાં નાખો અને મધ્યમ આંચ પર થોડી સેકન્ડ માટે સાંતળી લો .

જ્યારે રાઇના દાણા તતડવા માંડે ત્યારે તેમાં ગાજર , લીલા વટાણા , ટામેટાં , મીઠું અને ૨ ટેબલસ્પન પાણી નાખો , બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો .

છેલ્લે ભુક્કો કરેલી ઇડલી ઉમેરો ધીમેધીમે મિક્સ કરો અને મધ્યમ આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લો .નાળિયેરની ચટણી સાથે ઇડલી ઉપમા તરત પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *