સામગ્રી :

  • ૬ બ્રેડની સ્લાઇસ , ટુકડા કરેલી
  • ૧/૪ કપ રવો
  • ૩ ટેબલસ્પુન મેંદો
  • ૧/૪ કપ દહીં
  • ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
  • ૧/૪ કપ ઝીણાં સમારેલાં ટામેટાં
  • ૧/૪ કપ ઝીણાં સમારેલાં સિમલા મરચા
  • ઝીણી સમારેલી કોથમીર
  • ૧ ટીસ્પુન ઝીણું ખમણેલું આદું
  • ૧ ટીસ્પુન ઝીણાં સમારેલાં લીલાં મરચાં
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ શેકવા માટે

બનાવાની રીત :

મિક્સર જારમાં બ્રેડના ટુકડા , રવો , મેંદો , દહીં અને લગભગ ૩/૪ કપ પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો . આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી લીધા પછી તેમાં બાકી રહેલી બધી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો .

હવે એક નૉન – સ્ટિક તવાને ગરમ કરી , તેની પર થોડું પાણી છાંટી તે

પછી તેના પર ૧/૪ ટીસ્પુન તેલ લગાવો . હવે તેની પર એક ચમચી જેટલું ખીરું રેડીને જાડો ગોળાકાર બનાવી લો . તે પછી તેની કિનારીઓ પર તેલ લગાવી મધ્યમ તાપ પર ઉત્તપમને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે બાકી ના પણ ઉતપમ તૈયાર કરી લો.ઉતપમ ને લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

One thought on “બાળકો માટે એકદમ નવી રીતે બનાવો બ્રેડ ઉત્તપમ”
  1. […] પણ ઘરે બનાવી શકશો અહી એક ક્લિક કરીને બાળકો માટે એકદમ નવી રીતે બનાવો બ્રેડ ઉ… આ જ્યુસ પીવાથી ચહેરા પરની કરચલી,બીપી, […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *