સામગ્રી

2 કપ મેંદો, • 1 ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર ,•1/2 ટી સ્પૂન મીઠું • 1 ટી સ્પૂન મરી પાઉડર • 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ •1 ટી સ્પૂન ગાર્લિક પાઉડર • 1 ટી સ્પૂન ઓરેગાનો • 2 કપ હૂંફાળું ગરમ પાણી . • 1 + 1 / 2 ટી સ્પૂન ઇન્સ્ટન્ટ યીસ્ટ • 1 ટેબલ સ્પૂન ખાંડ • 3-4 ટેબલ સ્પૂન તેલ

સ્ટફીંગ માટે

1 મિડિયમ સાઇઝની ડુંગળી • 1/2 કેપ્સીકમ • 1-2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ • 3 ટેબલ સ્પૂન અમેરિકન કોર્નના ધાણા ,•1 કપ મોઝરેલા ચીઝ,• 1.2 લીલા મરચાં ,•1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ, • 1 ટી સ્પૂન ઓરેગાનો,• 2-3 ટેબલ સ્પૂન બટર ઉપરથી છાંટવા,• 1 ટી સ્પૂન ઓરેગાનો

બનાવવાની રીત

એક નાના બાઉલમાં 1/2 કપ હૂંફાળું ગરમ પાણી લઇ તેમાં ખાંડ ઓગાળી લેવી. પછી તેમાં યીસ્ટ નાખી હલાવી ઢાંકીને 5-10 મિનિટ માટે રાખવું.બીજા મોટા બાઉલમાં મેંદો અને મિલ્ક પાઉડર ચાળીને લેવો. તેમાં મીઠું, મરી પાઉડર, ગાર્લિક પાઉડર, લસણની પેસ્ટ, ઓરેગાનો નાખી બરાબર મિક્સ કરી લેવું. તેટલી વારમાં યીસ્ટનું મિશ્રણ ફૂલી ગયું હશે.(ફ્રોથી થયું હશે). તે મિશ્રણ લોટમાં ઉમેરી જરુર પૂરતું પાણી લઇ મુલાયમ પરોઠા જેવો લોટ બાંધવો.

બાંધેલા લોટને 10-15 મિનિટ માટે ગ્લુટેન ફોર્મ થાય ત્યાં સુધી મસળવાનો છે. લોટ સ્ટીકી હશે. તો 1-1 ચમચી તેલ ઉમેરતા જઇ મસળતા જવું. લોટ એટલો મસળવો કે પૂરતું ખેંચ્યા પછી પણ વચ્ચેથી તૂટે નહીં આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે સારી જાળીદાર બ્રેડ બને તે માટે.

પછી લોટ પર તેલ લગાવી ગોળો વાળી ક્લીંગ રેપરથી એરટાઇટ ઢાંકી દોઢ કલાક માટે પ્રૂફીંગ કરવું.તે દરમિયાન સ્ટફીંગ તૈયાર કરી લેવું. એક બાઉલમાં ડુંગળી, કેપ્સીકમ ને ઝીણા સમારીને લેવા. તેમાં લસણની પેસ્ટ અને કોર્ન ઉમેરવા. મોઝરેલા ચીઝ ના નાના ટુકડા અથવા છીણેલું ઉમેરવું. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવો. હલાવી બધું બરાબર મિક્સ કરી લેવું.

દોઢ કલાક પછી લોટ ફૂલીને ડબલ થયો હશે. પંચ કરી વધારાની એર નીકાળી લોટને હલકો મસળી ભેગો કરવો.ઓવનને 220° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દેવું. ઓવન વધારે અને જલ્દીથી ગરમ થતું હોય તો ટેમ્પરેચર 200° રાખવું.

લોટના 3 ભાગ કરવા. થોડોક મકાઇનો લોટ ભભરાવી 1 ભાગનો ગોળો બનાવી હાથથી થેપી રોટલો બનાવવો. તેના પર બધી બાજુ બ્રશથી બટર લગાવવું. અને અડધા ભાગમાં સ્ટફીંગ પાથરવું. બાકીના અડધા ભાગથી તેને ઢાંકી દેવું. કિનારી સરખી દબાવી દેવી.

સાચવીને ઉઠાવી ગ્રીઝ કરેલી બેકિંગ ટ્રેમાં મૂકવું. ઉપર ફરી બટરનું બ્રશિંગ કરી ઓરેગાનો છાંટવો. અને ચપ્પાથી અડધા સુધી કપાય તેવા હળવા હાથે કાપા પાડી લેવા. તેને 5-10 મિનિટ એમ જ રાખી પ્રૂફ થવા દેવું.પછી પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી 15-20 મિનિટ માટે 220° પર બેક કરવી.

1 બ્રેડ બેક થતી હોય ત્યા જ બીજી તૈયાર કરી પ્રૂફ થવા દેવી. પહેલી બહાર કાઢી બીજી તરત ઓવનમાં મૂકી દેવી. મોટું ઓવન હોય તો એકસાથે પણ બેક થઇ જશે. બને તેવી ગરમ જ સર્વ કરવી. કોલ્ડ ડ્રીંક્સ અને કેચઅપ સાથે સરસ લાગે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *