આયુર્વેદમાં સાટોડીને ‘ પુનર્નવા ‘ કહે છે . પુનર્નવા એટલે ફરીથી નવું જીવન આપનાર ) , સાટોડી સોજાનું પણ સર્વોત્તમ ઔષધ છે . શરીરનાં કોઈપણ ભાગના સોજાને તે મટાડે છે . આ ગુણો ઉપરાંત સાટોડીમાં બીજા ઘણા ઔષધિય ગુણો રહેલા છે . જે તમને બીજી પણ ઘણી રીતે મદદ કરી શકે તેમ છે . તમારા શરીરની અનેક સમસ્યાનો ઇલાજ બની શકે એમ છે , શરત માત્ર એટલી જ કે તેનો સરખો વપરાશ થવો જોઇએ . જો તેનો સરખો વપરાશ થશે તો તે ખૂબ ફાયદાકારક બની રહેશે . આ વખતે તેનાં આ ઔષધિય ગુણો અને ઉપયોગી વિષે થોડું જાણીએ .

ગુણકર્મો

સાટોડી ભારતમાં સર્વત્ર થાય છે . તેના છોડ જમીન પર પથરાયેલા કે વાડો પર ચઢેલા જોવા મળે છે . છોડની શાખાઓ ઝીણી – પાતળી અને મૂળ લાંબા તથા મધ્યમ જાડાઈનાં હોય છે . ઔષધ તરીકે મોટા ભાગે આ મૂળ જ વપરાય છે . સાટોડીની ઘણી જાતો જોવા મળે છે . જેમાંથી સફેદ સાટોડી સર્વોત્તમ ગણયા છે . આયુર્વેદ પ્રમાણે સાટોડી મધુર , કડવી અને તૂરી , ગરમ , પચવામાં હળવી , ભૂખ લગાડનાર , મળને સરકાવનાર , પરસેવો લાવનાર , રસાયન અને વિષનાશક છે . તે વાયુ , પિત્ત , કફ , ઉધરસ , સોજા , મંદાગ્નિ , હરસ – મસા , મૂત્રનાં રોગો , રક્તાલ્પતા , તાવ , હૃદયરોગ અને ઉદરરોગોનો નાશ કરે છે .

ઉપયોગો

સાટોડીનાં મૂળથી હૃદયની સંકોચન ક્રિયા વધે છે , ૨ ક્ત જોરથી ધમનીઓ આવે છે , બ્લડપ્રેશર વધે છે અને હૃદયમાંથી રક્ત અધિક પ્રમાણમાં જે ફેકાય છે . ૨ક્તનું દબાણ વધવાથી મૂત્રનું પ્રમાણ પણ વધે છે અને શરીરમાં સંચિત થયેલું પાણી બહાર નીકળી જાય છે , આ રીતે સાટોડી સોજા ઉતારે છે . આયુર્વેદમાં એટલે તો સાટોડીને ‘ શોથધ્ની ’ (સોજા ઉતારનાર ) કહી છે .

હૃદયરોગમાં સાટોડી આપવાથી લાભ થાય છે . સાટોડીનાં મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ દૂધ સાથે લેવાથી અથવા પુનર્નવાનો આસવ બેથી ચાર ચમચી લેવાથી હદયને શક્તિ મળે છે . મૂત્ર ત્યાગ વખતે દાહ – બળતરા થતી હોય કે પેશાબ થોડો આવતો હોય તો રોજ સાટોડીના મૂળનું અડધી ચમચી ચૂર્ણ દૂધ સાથે પીવું . પથરીમાં પણ સાટોડીનું ચૂર્ણ કે ઉકાળો આપી શકાય છે . વૃદ્ધાવસ્થામાં ઘણીવાર પ્રોસ્ટેટ વૃદ્ધિ થતી હોય છે . પ્રોસ્ટેટ ગ્રંથીની વૃદ્ધિમાં સાટોડીનું સેવન કરવાથી સારો લાભ થાય છે . જલોદર , એપેન્ડિસાઈટીસ , હૃદયાવરણનો સોજો , કિડની કે ગર્ભાશયનો સોજો , લીવર સીરોસીસ , કમળો , હૃદયનાં વિવિધ રોગો , પથરી વગેરેમાં સાટોડી રસ સ્વરૂપે , ચૂર્ણ , ઉકાળા , આસવરૂપે કે મંડૂર સાથે વાપરવાથી લાભ થાય છે જ . આ બધા રોગોમાં મીઠું – નમક બંધ કરવું તથા ગાયનું કે બકરીનું દૂધ લેવું

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *