આજે આપણાં જ રસોડામાં ઉપલબ્ધ મસાલાના રાજા એવા કેસરના લાભાલાભ વિશે વાત કરવાની છે . તે આપણાં શરીર માટે કેટલું ફાયદાકારક છે તે વિશે વાત કરીએ . કેસરથી આપણાં શરીરને ઘણા શયદા થાય છે . તેમાં દોઢસોથી પણ વધારે એવી ઔષધીના ગુણ સમાયેલા છે જે આપણા શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે . કેસર ( saffron ) દુનિયાના સૌથી મોંઘા તેજાના – મસાલામાંથી એક માનવામાં આવે છે . સામાન્ય રીતે તેનો ઉપયોગ દૂધ અને દૂધથી બનેલી વાનગીઓમાં કરવામાં આવે છે , પરંતુ તેમાં એવા ગુણ પણ છે જે તમને ઘણી ખતરનાક બીમારીઓથી દૂર રાખી શકે છે .

કેસરનું સેવન કઈ રીતે કરવું

દિવસ દરમિયાન માત્ર ૧ થી ૩ ગ્રામ કેસરનું સેવન કરવું જોઈએ . તેનું વધારે સેવન કરવાથી બીજી બીમારીનું જોખમ વધી જતું હોય છે . તે પચવામાં ભારે હોવાથી એક દિવસ દરમિયાન માત્ર ૧ થી ૩ ગ્રામ કેસરનું જ સેવન કરવું .

આર્થરાઇટિસ

આર્થરાઇટિસ ( arthritis ) ની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે . કેસરમાં રહેલું ક્રોસેટિન શરીરની બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે . કેસરનું સેવન કરવા ઉપરાંત કેસરનાં પાનની પેસ્ટ બનાવી તેને સાંધા પર લગાવવાથી પણ સાંધાનો દુખાવો ઓછો થાય છે . આર્થરાઈટિસની સમસ્યા ધરાવતા લોકોએ રોજ રાત્રે ગરમ દૂધમાં કેસર નાખીને તેનું સેવન કરવું .

અનિદ્રાની સમસ્યા .

આજના સમયમાં ઘર અને જોબને કારણે વધારે તણાવ અને થાકને લીધે મોટાભાગના લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે . આ સ્થિતિમાં કેસરનું દૂધ પીવાથી ફાયદો થશે . સંશોધન મુજબ કેસરમાં હાજર ક્રોસેટિન નિદ્રા વધારવામાં મદદ કરે છે . જેને કોઈ પણ કારણસર ઓછી ઊંઘની તકલીફનો સામનો કરવો પડતો હોય તેમણે આ ઉપાય ચોક્કસ અજમાવવો .

માથાનો દુખાવો

જો તમે માથાના દુખાવા ( headache ) થી પરેશાન છો , તો તમે ઘીમાં કેસર અને ખાંડનો પ્રયોગ અજમાવી શકો છો . ધીમાં કેસર નાખી ધીમા ગેસ પર તેને ગરમ થવા દો . તે પછી આ ઘીનાં ૧-૨ ટીપાં માથે લગાવી દો .

પાચનકિતાને યોગ્ય રાખે

કેસરમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઈફ્લેમેટ્રી ગુણધર્મો છે જે પાચનની શક્તિ ( digestion ) ને યોગ્ય રાખવામાં મદદ કરે છે . આ ઉપરાંત તે અલ્સરથી પણ રાહત આપે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *