શું તમને પણ રાજમા ખાવાનું ગમે છે? તો રાજમા પુલાવની આ રેસીપી જરૂર ટ્રાય કરો

O

સામગ્રી

1 ચમચી ઘી

1 તમાલપત્ર

અડધી ચમચી કાળા મરી

1 તજનો ટુકડો

4 લવિંગ

1 ચમચી જીરું

અડધી ડુંગળી સમારેલી

1 ચમચી આદુ લસણની પેસ્ટ

1 ટામેટા બારીક સમારેલા

અડધી ચમચી હળદર પાવડર

1 કપ રાજમા (રાતે પાણીમાં પલાળીને)

1 ચમચી કાશ્મીરી લાલ મરચું

3 ચમચી ધાણાજીરું

1 ચમચી ધાણા પાવડર

અડધી ચમચી મીઠું

1 ચમચી ગરમ મસાલો

1 કપ બાસમતી ચોખા (10 મિનિટ માટે પાણીમાં પલાળેલા)

2 કપ પાણી

રાજમા પુલાવ બનાવવાની રીત

રાજમા પુલાવ બનાવવા માટે સૌથી પહેલા પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, કાળા મરી, વરિયાળી, તજ, લવિંગ અને જીરું નાખીને સાંતળો . આ પછી, આદુ લસણની પેસ્ટ ઉમેરો અને પછી ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો, હવે તેમાં ટામેટાં ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને 3 મિનિટ સુધી રાંધો, તેમાં રાજમા ઉમેરો. ધ્યાનમાં રાખો કે રાજમા આખી રાત પલાળીને તેને ઉકાળો.આ પછી તેમાં ધાણા પાવડર, ગરમ મસાલો, હળદર, કાશ્મીરી મરચું, મીઠું ચોખા ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને કૂકરનું ઢાંકણ બંધ કરો અને 2 થઈ 3 વ્હિસલ થવા દો, અને કુકર માંથી હવા નીકળા દો તે પછી કોથમીર ઉમેરો તો તૈયાર છે રાજમા પુલાવ.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment