આયુર્વેદીય ઔષધ ‘ ત્રિકટું ’ એ સુંઠ , મરી અને પીપર આ ત્રણ તીખી ઔષધીઓનો યોગ કોમ્બિનેશન છે . આ ઔષધો વાયુ અને કફથી થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે . શ્વસનતંત્રને દઢ કરનાર અને કોવિડ ૧૯ સામે શરીરને સુરક્ષા આપવા સક્ષમ હોવાથી આયુષ મંત્રાલયે પણ તેને પ્રમાણિત કરેલ છે

ગુણકર્મો

પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર ’ કહીએ છીએ . તેની જુદીજુદી ઘણી જાતો આપણે ત્યાં બજારમાં વેચાતી મળે છે . જેમાંથી ગજપીપર અને ગણદેવી એ તેની બે મુખ્ય જાત છે . ગજપીપર કદમાં મોટી અને ગણદેવી નાની હોય છે . પાતળી , તીખી , કૃષ્ણવર્ણની અને તોડવાથી વચ્ચે જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે . ઔષધોપચારમાં આવી જ પીપરનો ઉપયોગ કરવો જોઈએ . પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે . આયુર્વેદ પ્રમાણે પીપર સ્વાદમાં તીખી , નહીં ગરમ કે નહીં ઠંડી , ચીકણી , પચવામાં હળવી , પાચક , જઠરાગ્નિવર્ધક , વૃષ્ય – કામોત્તેજક , રસાયન , હૃદય માટે હિતકારી , વાયુ અને કફનાશક , મૃદુરેચક તથા રક્તશુદ્ધિકર છે . તે શ્વાસ – દમ , ઉધરસ , અજીર્ણ , મંદાગ્નિ , કબજિયાત , પેટના રોગ , હરસ , આમવાત , કટિશૂળ , મૂત્ર અને ત્વચાના રોગને મટાડે છે . તાજી પીપર પિત્તશામક છે . જ્યારે સૂકી પીપર પિત્તકારક છે .

ઉપયોગો

મધની સાથે પીપરનું સેવન કરવામાં આવે તો તે કફ અને મેદનો નાશ કરે છે , ઉપયોગો આયુર્વેદના પંડિત ભાવમિગ્રે વિવિધ દ્રવ્યો સાથે પ્રયોજવાથી પીપર કયા રોગમાં લાભકારક તેની શ્વાસ – દમ , ઉધરસ અને તાવને મટાડે છે , બુદ્ધિ અને વીર્યને વધારે છે . રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે . ફેફસાંને લગતા વાઇરલ રોગોથી બચવા મધ સાથે પીપરનો ઉપયોગ હિતકારી છે . જીર્ણ તાવ હોય અને અગ્નિમાંદ્ય હોય તો ગોળની સાથે પીપરનું સેવન ઉત્તમ પરિણામ આપે છે . ગોળની સાથે લીધેલી પીપર અજીર્ણ , અરુચિ , દમ , ઉધરસ , હૃદયના રોગ , રક્તાલ્પતા અને પેટના કૃમિને દૂર કરે છે . ગોળ સાથે પીપરના સેવનમાં પીપરનાં ચૂર્ણ કરતાં ગોળ બમણો લેવો જોઈએ .

નાનાં બાળકોમાં વાઇરલ ઈન્વેક્શનનો ખતરો વધારો રહે છે . તેમને જોતજોતામાં ખાંસી , સસણી , વરાધ , શરદી , તાવ વગેરે થઈ આવે છે . એમના માટે અહીં એક ઔષધ ઉપચાર જણાવું છું . પીપર , કાયફળ , કાકડાસીંગી અને પુષ્કરમૂળ- આ ચારેય ઔષધોનું ચૂર્ણ સરખા વજને લાવી તેમાં જરૂર પ્રમાણે મધ મેળવીને ચ્યવનપ્રાશ જેવું અવલેહ – ચાટણ બનાવી લેવું . નાનાં બાળકોને થોડું થોડું આ ઔષધ દિવસમાં ત્રણથી ચાર વાર ચટાડવું . મોટી વ્યક્તિઓએ અડધી – અડધી ચમચી લેવું . ઉત્તમ પરિણામ મળશે . આ તદ્દન નિર્દોષ ઔષધ છે . પ્રત્યેક પરિવારે તે બનાવી રાખવા જેવું છે . પીપર કફના રોગોનું અભુત ઔષધ છે . તે ફેફસાં અને હૃદયને બળ આપનાર તથા કફને બહાર કાઢનાર છે . હરસવાળાએ ગોળ સાથે પીપરનું સેવન કરવું .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *