સામગ્રી
૩ કપ મેંદો
૨ ટેબલ સ્પુન દૂધ
૧ ટેબલ સ્પુન દળેલી ખાંડ
૧ ટેબલ સ્પુન ઈન્સ્ટનટ ડ્રાય યીસ્ટ
૨ ટેબલ સ્પુન તેલ
૧/૨ ટેબલ સ્પુન માખણ
૧ ચમચી બેકીગ સોડા
૧ થી ૧/૨ ચમચી મીઠું
દૂધ અને માખણ લાગવા માટે
બનાવાની રીત :
સૌ પહેલા દૂધને ગરમ કરો, ડ્રાય યીસ્ટ ના દાણા અને ખાંડને નવશેકા દૂધ માં નાખો અને તેને 5-10 મિનિટ સુધી ઢાંકીને રાખો. અળધો કપ નવશેકું પાણી લો.
મેંદા અને મીઠું ને એક વાસણમાં ચાળી લો, તેલ નું મોણ નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મેંદા માં યીસ્ટ વાળું દૂધ નાખીને લોટ બાંધવાનું શરૂ કરો, અને આવશ્યકતા અનુસાર નવેશેકું પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધતા રહો. લોટ ને 5 થી 6 મિનિટ સુધી મસળતા રહો અને તેને ચીકણો બનાવો. લોટને ત્યાં સુધી મસળતા રહો જ્યાં સુધી તે ચીકણો ન બને.
કોઈ ઊંડા વાસણમાં લોટ ને તેલ થી ચીકણો કરીને રાખો. વાસણને ગરમ જગ્યા પર મોટા કપડાથી ઢાંકીને રાખો.
2 થી 3 કલાક પછી લોટ ફૂલીને લગભગ બે ગણો થઇ જશે, ફરીથી લોટને મસળી ને ઠીક કરો. લોટ ને હવે બરાબર સરખા ભાગમાં વહેંચીને તેના ગોળા બનાવો અને તેને ઓવનમાં 210 તાપમાન પર મુકો અને તેને 20 મિનિટ માટે સેટ કરી દો. સમય સમાપ્ત થયા પછી પાવ ને ચેક કે કરી જુઓ. જો ઉપર બ્રાઉન ક્રસ્ટ જોવા મળે તો સમજો કે તમારા પાવ બની ગયા છે બાકી તે હજી પણ બરાબર પાક્યા નથી. જો તેમાં બ્રાઉન ક્રસ્ટ નથી આવ્યું તો તેને 5 મીનીટ વધારે 180 તાપમાન પર સેટ કરીને બેક કરવા માટે મૂકી દો.
હવે પાવની ઉપર માખણ લગાવી દો જેથી તેનો ક્રસ્ટ એકદમ ફ્રેશ અને મુલાયમ રહે.
હવે તમારા પાવ બેક થઇ ગયા છે, પાવ ને પાઉંભાજી ના રૂપે કે વડાપાંવ બનાવીને ખાઈ શકો છો.
Thank you for reading this post, don't forget to subscribe!