સામગ્રી:

૫૦૦ ગ્રામ મેંદો (ચાળીને)

સ્વાદ મુજબ મીઠું

૫૦૦ ગ્રામ બટેટા

નાઈલોન સેવ

મસાલા શીંગ

તેલ

ધાણાજીરું, હળદર અને ગરમ મસાલો

સુકા લાલ મરચા અને લસણ

એક કપ બાફેલા વટાણા

બનાવાની રીત :

સૌપ્રથમ તમારે મેંદાના લોટ માં સ્વાદ મુજબ નું મીઠું અને થોડું તેલ નાખીને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે, પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરવાનું છે. આ લોટ રોટલી કરતા થોડો કઠણ અને પરોઠા કરતા થોડો ઢીલો રાખવાનો . લોટ બંધાઈને તૈયાર થઇ જાય પછી તેને ઢાંકીને દસ મિનીટ રહેવા દેવાનો છે.

હવે બાફેલા બટેટા લઈને તેમાં એક કપ જેટલા સફેદ બાફેલા વટાણા નાખવાના હવે તમારા સ્વાદ પ્રમાણે મીઠું, ધાણાજીરું, હળદર અને બે ચમચી જેટલો ગરમ મસાલો નાખવો . બાદમાં તેમાં થોડી કાપેલી કોથમીર નાખી તેને બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો.

ધૂધરા માટેની લાલ ચટણી

તેના માટે દસ સુકા લાલ મરચા લેવા . જે ચટણી બનાવતા પહેલા અડધો કલાક વહેલા ગરમ પાણીમાં પલાળી દેવા જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય . હવે તેમાં લસણ ની 5 કળી અને મીઠું નાખીને મરચાને મીક્ષરના ક્રશ કરવાના છે અને જરૂર પડે તો થોડું પાણી નાખવું.

હવે આપણે ઘૂઘરા બનાવવાનું શરુ કરવાનું છે. પહેલા બાંધેલા લોટ માથી મીડિયમ સાઇઝ ની પૂરી બનાવવાની છે. પણ તેનો આકાર લંબગોળ રાખવો. હવે આ પૂરીમાં બટેટાનો મસાલો ભરવાનો છે. અને કિનારીને દબાવીને સારી રીતે પેક કરી દેવાની છે.

બાદમાં ધૂધરાને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે, આ તેલ માં ઘૂઘરા ને તળવાના છે પણ હા ગેસ ધીમો જ રાખવાનો ધીમે ધીમે તેને હલાવતા રહેશું જેથી તે સરસ રીતે તળાઈ જાય. જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે.

ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈ લઈએ અને તેના પર હવે કોથમીર-મરચાની ચટણી નાખશું, તથા લાલ ચટણી નાખીશું. હવે તેના પર નાઈલોન સેવ નાખવાની છે, જો ફાવે તો થોડી મસાલા શીંગ પણ નાખીશું અને ડુંગળી પણ નાખી શકી છે. થોડી કાપેલી કોથમીર પણ નાખો, હવે આ ઘૂઘરા ગરમા ગરમ પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *