બાળકોને ફળો ખૂબ ભાવતાં હોય છે અને ફળો તેમના સ્વાથ્ય માટે સારાં રહે છે . પપૈયાની વાત કરીએ તો પપૈયામાં વિટામિન એ , બી , સી અને ઈ જેવાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે . આ ઉપરાંત તેમાં ફોલિક એસિડનો પણ સારો સ્ત્રોત હોય છે . તેમજ તેમાં સોડિયમ , આયર્ન , કેલ્શિયમ , પોટેશિયમ , મેગ્નેશિયમ અને લાઈકોપિન જેવાં તત્ત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે . આટલાં બધાં પોષકતત્ત્વો હોવાને કારણે બાળકોને પપૈયું ખવડાવવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે .

બાળકોને પપૈયું ખવડાવવાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બાળકોના પેટમાં કૃમિ હોવાની સમસ્યા વધારે જોવા મળે છે . પપૈયું ખવડાવવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.પપૈયામાં ભરપૂર માત્રામાં ડાયટરી ફોલેટ હોય છે જે બાળકોના વિકાસમાં મદદ કરે છે . ફોલેટ મેટાબોલિઝમને ઠીક કરવામાં તેમજ મગજના વિકાસમાં પણ અસરકારક છે .

આ ઉપરાંત પપૈયામાં વિટામિન એ પણ હોય છે જે બાળકોના વિકાસ માટે જરૂરી પોષકતત્ત્વો પૂરાં પાડે છે . વિટામિન એ મોટાભાગે બાળકના જન્મ પછી શરૂઆતનાં વર્ષોમાં આંખોનું તેજ બનાવવા માટે જરૂરી હોય છે . એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બાળકોને કોઈપણ વસ્તુની ધીરેધીરે શરૂઆત કરવી . કોઈપણ ફળ બાળકોને પચવામાં હલકું રહે છે કે કેમ તે વાતનું ખાસ ધ્યાન રાખી પછી જ તેમને ફળો ખવડાવવાં જોઈએ . શરૂઆતમાં બાળકોને ફળો થોડા પ્રમાણમાં આપવાં અને ત્યારબાદ ધીરેધીરે તેની માત્રામાં વધારો કરવો . તેમજ બાળકોને પપૈયું ક્યારેપણ અધકચરું કાચું આપવું નહી નહીતો બાળકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *