1. યાદશક્તિમાં વધારો :ઓલિવ ઓઈલમાં પોલિફીનોલ તત્વ હોય છે. તેના સેવનથી યાદશક્તિ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
2. કેન્સરમાં રાહત :કેન્સર એક જીવલેણ રોગ છે. ભોજનમાં તેનું સેવન કરવાથી કેન્સર સંબંધિત રોગને ઓછો કરી શકાય છે. તેમાં વિટામીન ડી, વિટામીન ઈ, વિટામીન એ અને બી કેરોટીન મુખ્યત્વે જોવા મળે છે.
3. ત્વચાને ચમકદાર બનાવો :નિર્જીવ ત્વચાને ચમકદાર બનાવવા માટે રોજ ઓલિવ ઓઈલથી માલિશ કરો. એક અઠવાડિયા પછી તમે તમારી શુષ્ક ત્વચાથી છુટકારો મેળવશો.
4. દર્દમાં રાહત :હાડકામાં સતત દુખાવો થતો હોય તો તમે ઓલિવ ઓઈલથી માલિશ પણ કરી શકો છો. તેમાં રહેલા તત્વોથી તમને રાહત મળશે. ઓસ્ટિયોપોરોસીસમાં રાહત મળશે.
5. વાળને બનાવો મજબૂત : ઓલિવ ઓઈલમાં વિટામિન ઈ હાજર હોય છે. જે વાળ માટે સૌથી જરૂરી તત્વ છે. તેનાથી વાળ મજબૂત રહે છે. ઓલિવ ઓઈલ વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે. તમે તેલ લગાવીને ગરમ પાણીની વરાળ શ્વાસમાં લઈ શકો છો. જેના કારણે વાળ ચમકદાર અને મજબૂત બનશે.
Thank you for reading this post, don't forget to subscribe!