રોજ રાત્રે આ તેલથી માલિશ કરો અને સાંધાના દુખાવાંમા રાહત મેળવો

નીલગીરી નુ તેલ અનેક પ્રકારથી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. નીલગીરી નુ તેલ ઍક પ્રાકૃતિક તેલ છે જે ખૂબ ગુણકારી અને હેલ્ધી માનવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી સમસ્યાને દૂર કરે છે. આજે અમે તમને તે અંગે જણાવશું.

સાંધાના દુખાવાથી રાહત

સાંધાના દુખાવાથી આજકાલ ઘણા લોકો પરેશાન રહે છે. આખો દિવસ કામ કર્યા પછી કે વધતી ઉંમરમાં ઘણા લોકો શરીરમાં દુખાવો કે સાંધામાં દુખાવાની ફરિયાદ કરે છે. આવા લોકો નીલગિરીના તેલથી માલિશ કરી શકે છે. તેનાથી દુખાવાંમા આરામ મળે છે. તે સિવાય તમે નવશેકા પાણીમાં નીલગિરીના તેલના ટીંપા નાખી ને સ્નાન કરો, જેનાથી તમને બધા દુખાવામાં રાહત મળશે

વાળમાં પણ આ તેલ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નીલગિરી નુ તેલ વાળને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. મજબૂત અને સિલ્કી વાળ માટે બે ચમચી નીલગિરી તેલમાં બે ચમચી બદામનું તેલ મિક્સ કરીને ગરમ કરી લો. તેને ઠંડુ થવા દો. જ્યારે આ તેલ નવશેકુ રહે તે બાદ તેલથી માથામાં માલિશ કરો. તેનાથી વાળ મજબૂત થશે અને તૂટશે પણ નહીં.

શરદી અને ઉધરસ માટે અસરકારક

નીલગિરીનું તેલ શરદી-ઉધરસ માટે ફાયદકરક છે.બંધ નાકમાં પણ રાહત અપાવવામાં મદદ કરે છે. તમે નીલગિરીના તેલથી નાસ(વરાળ) લેવાથી રાહત મળે છે. પાણીમાં તેલ નાખીને ગરમ કરી લો અને ત્યારબાદ નાસ લો .એમા રહેલા ઔષધીય ગુણ શરદી-ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment