દાદા- દાદી બાળકને આપે છે:

પ્રેમ અને લાગણી:

દાદા- દાદીનાં મનમાં બાળક પ્રત્યેનો પ્રેમ સ્વાર્થ વિનાનો અને વ્યાજ વિનાનો હોય છે. તેઓ પૌત્રોને લાડ કરે છે તેથી બાળક દાદા- દાદી પાસેથી લાગણી અને પ્રેમના તત્ત્વો શીખે છે.

કાળજી અને સંભાળ:

નાનાં બાળકો મમ્મી-પપ્પાનું કામ કરે ન કરે, દાદા-દાદીનાં કામ કરે જ છે. જે ઘરમાં દાદા- દાદી હોય ત્યાં બાળકો દાદા-દાદીની કાળજી રાખે છે. એમને મદદ કરે છે અને મોટાને માન આપતા શીખે છે.

સલામતી:

પરિવારમાં મા- બાપ વચ્ચે ઝઘડા થાય કે કોઈ આર્થિક, સામાજિક મુશ્કેલી આવે ત્યારે બાળકોને દાદા- દાદી સાચવી લે છે. બાળકો ને વિશ્વાસ રહે છે કે કોઈપણ સ્થિતિ હોય, દાદા- દાદી તો એમની સાથે રહેવાના જ છે એવો વિશ્વાસ દાદા-દાદી આપે છે.

સુરક્ષાકવચ:

જ્યારે મા-બાપ બાળક પર ગુસ્સો કરે છે ત્યારે દાદા-દાદી એમનો પક્ષ લે છે. પરિણામે બાળક દુઃખી થાતું નથી , તેમાં પણ ખાસ કરીને દાદીનો ખોળો તેના માટે સૌથી સલામત જગ્યા છે. જ્યાં તે જિદ- મસ્તી- તોફન કરી શકે છે.

લાડ

આજે મોટાભાગના મા-બાપ વસ્તુઓ દ્વારા બાળકને સંતોષ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એમની પાસે બાળક માટે બિલકુલ સમય નથી . સમયની આ કમીને દાદા- દાદી પૂરી કરે છે સાથે એકતાનો અહેસાસ કરાવે છે. દાદા- દાદી માટે બાળકો મહત્ત્વના હોવાથી તેઓ જ એમનું કેન્દ્રબિંદુ રહે છે. તેથી મા-બાપ તરફ્થી અવગણના કે થોડી બેદરકારી તેમને દુઃખી નથી કરી શકતા .

સંસ્કાર

આજે ચારે તરફ ટી.વી. ઈન્ટરનેટનું પ્રમાણ વધી ગયું છે અને મા-બાપ વ્યસ્ત છે ત્યારે બાળકો માટે સંસ્કાર અને મૂલ્યોના ઘડતરનો મોટો સવાલ છે? જે ઘરમાં દાદા- દાદી હોય છે ત્યાં આવા સવાલો નો આપોઆપ ઉકેલ આવે છે. દાદા-દાદી પાસેથી બાળકો જીવનના મૂલ્યો અને મેનર્સ શીખે છે. આમ કરાય અને આમ ન કરાય એની યાદી વડીલો પાસે ખૂબ સ્પષ્ટ હોય છે. તેથી બાળપણથી જ બાળકોમાં સારા-ખરાબ ની સમજ આવે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *