જે પેરેન્ટ્સ ને એક બાળક છે તે વધારે જિદ્દી હોય છે. સમય જતા જેમ જેમ બાળકને વસ્તુની સમજ આવે ત્યારે જિદ્દ પણ વધતી જાય છે અને આવી પરિસ્થિતિમાં માતાપિતા માટે બાળકની સારસંભાળ કરવી મુશ્કેલ બની જાય છે. તેને દરેક વસ્તુમાં સમજાવવા માટે ખુબ સમસ્યાઓ થાતિ હોય છે અને બાળકો ક્યારેક તેના માટે હાનીકારક હોય તેવી વસ્તુની ખોટી જીદ્દો પકડીને બેસી જતા હોય છે. ત્યારે તેને મનાવવું ખુબ જ અઘરું પડી જાય છે.

જો કોઈ કારણે માતપિતા આ જિદ્દી બાળક નો ઈલાજ ન કરે તો બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેની જિદ્દમાં પણ વધતી જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે બાળક માતાપિતાના કાબુમાં રહેતું નથી. તો દરેક માતાપિતા માટે આજનો આ લેખ ખુબ જ ઉપયોગી સાબિત થશે. કારણ કે આજે અમે આ લેખમાં એવા ઉપાયો જણાવશું જેને અનુસરવાથી તમારા બાળકનું જીદ્દીપણું દુર થશે અને તે સમજદાર પણ બનશે.

સૌથી પહેલા તો બાળક જ્યારે કોઈ ગેરવર્તન કરે કે ખોટી જિદ્દ કરે તો તેને જરા પણ નજરઅંદાજ ન કરો. પરંતુ પહેલા તેની વાત શાંતિથી સાંભળો. કારણ કે જો બાળક તમને કંઈક કહે અને તમે તેની વાત પર ધ્યાન જ ન આપો તો તે બાળક તમરુ માનશે નહિ અને તેમની જિદ્દ પણ વધતી જશે. માટે સૌથી પહેલા તો બાળકની કોઈ પણ વાત શાંતિથી સાંભળવી, તેમની વાતને વચ્ચેથી અટકાવી તેને ચુપ ન કરાવવા. બધી વાત પૂરી થાય પછી તેના પર કોઈ એક્શન લેવા.

મિત્રો બાળક હમેશાં એ જ કરવાનું પસંદ કરતા હોય છે જે વસ્તુની તેને ના પાડવામાં આવતી હોય. જો તમે તેને કોઈ પણ વસ્તુને એક ઓર્ડરની જેમ કહેશો તો તે દરેક વાતમાં ના જ પાડશે. જેમ કે તમે તેને કહેશો કે રાત્રે વહેલા સુઈ જવાનું છે ગેમ નથી રમવાની તો તે ના જ પાડશે. પરંતુ તમે તેને કહો કે રાત્રે તને નવી નવી વાર્તાઓ સાંભળવી ગમે છે કે નહિ ? તને કેવી વાર્તાઓ ગમે ? ચાલ હું તને આજે વાર્તા કહીશ વગેરે જેવા ઓપ્શન આપો અ તેને. બકાલને કોઈ પણ વસ્તુ કરવા માટે હંમેશા પ્રેમથી કહો. તેની અસર ખુબ જ સારી પડશે અને બાળક તમે કહ્યું હોય એ પ્રમાણે કરશે. આ રીતે તમારા આદેશને તમારે બાળકની પસંદગીમાં ફેરવી નાખવા જોઈએ.

બાળકોનું પણ સમ્માન કરવું જોયે. મિત્રો બાળકો પણ માતાપિતા દ્વારા લેવાયેલા નિર્ણયોનું પાલન કરતા હોય છે. તો માતા પિતાની પણ એક ફરજ બને છે કે તે પણ બદલામાં બાળકને માન સમ્માન આપે. દરેક માતાપિતાએ પોતાના બાળકને હંમેશા ઓર્ડર જ ન આપવો પણ બદલે તેનો સહકાર માંગવો જોઈએ. તેઓએ રજુ કરેલા વિચારો અને તેમની ભાવનાઓની પણ કદર કરવી જોઈએ. નહિ કે તેને નકારવી. આવું કરવાથી બાળકને પણ એવું ફિલ કરશે કે તેના માતાપિતા તેના પર ભરોસો કરે છે.

તમારે બાળકોને અપ્રિય કે અયોગ્ય વ્યવહાર ન કરવો જોઍ . બાળકો ભલે નાના હોય પરંતુ તેઓની વિચારશક્તિ અને ઓબઝર્વેશન પાવર હમેશાં વાધારે હોય છે. તમે શું બોલો છો, અને કંઈ રીતે બોલો છો, તમારો વાત કરવાનો ટોન કેવો છે જેવી અનેક બાબતોનું તે અવલોકન કરતા હોય છે. માટે બાળકની સામે બોલતા પહેલા હમેશાં આવી વાતોનું ધ્યાન રાખવું. નહિ તો બાળકને જો તમારો વ્યવહાર અયોગ્ય લાગે તો બાળક પણ દરેક વાતના સીધા જવાબ આપતા શીખી જશે અને વાત વાત પર ગુસ્સે થવા લાગશે . બાળક સાથે તમારા વ્યવહારની આ વાત ખુબ નાની અને નજીવી લાગે પણ તે ખુબ જ મહત્વની છે.

બાળક સાથે ક્યારેક સોદેબાજી પણ કરી લેવી. જિદ્દ ત્યારે જ ઉભી થાય જ્યારે બાળકની મરજીની વસ્તુ ન મળે. તેનો મતલબ એવો નથી હોતો કે તમે તેની બધી જ જિદ્દ પૂરી કરો. પરંતુ તેમની જીદ્દનું તમારે સમજદારી પૂર્વક અને વ્યવહારિક રીતે નિવારણ લાવવું જોઈએ. જેમાં ક્યારેક તમે તેની સાથે સમજદારી સાથે સોદેબાજી પણ કરી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin