વિધ્નહર્તા ભગવાન ગણેશને મોદકનો પ્રસાદ ખૂબ પ્રિય છે, તે બનાવવા ખૂબ જ સરળ છે

મોદક માટે સામગ્રી

નાળિયેર (છીણેલું) – 1 કપ

ગોળ – 1 કપ

જાયફળ – 1 ચપટી

કેસર – 1 ચપટી

પાણી – 1 કપ

ઘી – 2 ચમચી

ચોખાનો લોટ – 1 કપ

મોદક બનાવવાની રીત

પહેલા તો કોપરાની છીણને સહેજ શેકી લો. 2 કપ પાણીમાં ગોળ નાંખી તેને ઉકળવા દો.

જ્યારે ગોળ ગાઢ થવા માંડે ત્યારે તેમાં શેકેલુ કોપરાનું છીણ નાંખીને એલચી પાવડર મિક્સ કરી દો. મિશ્રણને ગેસ પરથી ઉતારીને અલગ રાખી દો. 

લોટ બાંધવાની રીતઃ ચોખાના લોટમાં બે કપ ગરમ પાણી નાંખી તેલ અને ચપટી નમક નાંખો અને લોટ વ્યવસ્થિત રીતે બાંધી લો. આ લોટના મિડીયમ સાઈઝના લૂઆ પાડો.તમે ઈચ્છો તો ચણાના લોટથી પણ લોટ બાંધી શકો છો. 

મોદક બનાવવાની રીતઃ લૂઆની વચ્ચે નારિયેળ અને ગોળનું મિશ્રણ ભરીને તેને મોદકનો શેપ આપી દો. મોદક વળાઈ જાય પછી લોટ ચડી જાય ત્યાં સુધી તેને સ્ટીમ આપો. તૈયાર છે તમારા મોદક.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment