સામગ્રી :

500 ગ્રામ ભાખરીનો લોટ , 350 ગ્રામ ગોળ , 350 ગ્રામ ઘી , 6-7 ચમચી દળેલી ખાંડ , લોટના મુઠીયાં તળવા પૂરતું તેલ , કાજુ , કિસમિસ , બદામના ટુકડા , થોડો ઈલાયચી પાવડર અને થોડું કેસર ,

કણક મેળવવા માટે : લોટમાં ૬-૭ ચમચી ઘીનું મોણ ઉમેરી , ૧/૨ ગ્લાસ હુંફાળા પાણી સાથે કઠણ કણક બાંધી લો . ( જરૂર મુજબ પાણી ઉમેરો ) , હાથ વડે કણકનાં મુઠીયા બનાવી , બદામી રંગનાં તળી લો . તે ઠંડા થાય તે બાદ કુકડા કરી મિક્સરમાં દળી લો . એક વાર ચારણીથી ચાણી લો , તેથી એક સરખું દાણેદાર ચુરમાંનું મિશ્રણ બનશે .

હવે કડાઈ લો , 350 ગ્રામ ઘી અને ગોળ ગરમ કરો . તેને ૧-૨ મિનિટ માટે ઝડપથી હલાવો . જ્યારે આ મિશ્રણમાં પરપોટા આવે ત્યારે ગેસ પરથી તરત ઉતારીને તૈયાર કરેલું ચુરમાનુ મિશ્રણ , સૂકા મેવા અને દળેલી ખાંડ ઉમેરો . આને ચમચી સાથે સારી રીતે મિક્સ કરો , ત્યારબાદ થોડીવાર ઠંડુ થવા દો અને નાના નાના લાડુ બનાવી લો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *