બજારમા મળે એવો જ મેંગો મઠો આ રીતે ઘરે જ બનાવો નાના મોટા બધા ને ભાવશે

સામગ્રી :

૧ લિટર ફૂલ ફેટ વાળું દૂધ દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે ૧ વાટકી કેરીનો રસ ૧ ચમચી એલચીનો ભૂકો

બનાવવાની રીત

સાંજે દૂધને હૂંફાળું ગરમ કરી મેળવી દો . સવારે દહીને એક મલમલના કપડામાં બાંધી બધુ પાણી નિતારી લો . હવે આ દહીના ચાકામાં દળેલી ખાંડ , એલચીનો ભૂકો અને કેરીનો રસ નાંખી થોડીવાર હલાવો .એક એરટાઈટ ડબામાં આ મઠો નાંખી ફ્રીજર માં ઠંડો કરો . હવે કેરીનાં પીસથી સજાવીને મેંગો મઠો પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment