વેજ ઇડલી પકોડા

સામગ્રી

૨૫૦ ગ્રામ ઈડલીનું ખીરું , ૫૦ ગ્રામ લીલા વટાણા , ૫૦ ગ્રામ તુવેરના લીલવા , ૨૫ ગ્રામ કોપરાનું છીણ , ૨ સમારેલી ડુંગળી , ૨ સમારેલું કેપ્સીકમ , ૧ ગાજરનું છીણ , ૧ ચમચી આદુ – મરચાંની પેસ્ટ , લીલા ધાણા , મીઠું સ્વાદ પ્રમાણે , તેલ તળવા માટે .

બનાવવાની રીત –

એક પેનમાં તેલ ગરમ થવા મૂકો . તેમાં સમારેલી ડુંગળી નાંખો . તે ગુલાબી થાય એટલે વાટેલા વટાણા , વાટેલા તુવેરના લીલવા , ઝીણું સમારેલા કેપ્સીકમ , ગાજરનું છીણ , મીઠું , થોડી ખાંડ , આદુ -મરચા – લસણની પેસ્ટ નાંખીને છૂટું થાય એટલે ઉતારી લો . ત્યારબાદ ઈડલીના ખીરામાં વેજિટેબલ , કોપરાનું છીણ અને લીલા ધાણા નાંખીને હલાવી તેલ ગરમ કરીને પકોડા તળો , પકોડા ગુલાબી થાય ત્યાં સુધી તળી લો . આ પકોડાને કેચપ અથવા તો કોપરાની ચટણી સાથે સર્વ કરો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment