તંદુરી નાન બનાવવા માટે જાણો યોગ્ય રીત

સામગ્રી

500 ગ્રામ લોટ,1 ચમચી બેકિંગ પાવડર,1 ચમચી ખાંડ,1/4 ટીસ્પૂન બેકિંગ સોડા,1 ટીસ્પૂન તેલ,1 કપ દહીં,ગરમ પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ, લોટમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ખાંડ અને તેલ ઉમેરો.હવે તેમાં દહીં અને ગરમ પાણી નાખો. દહીં નાખવાથી લોટમાં પ્રોસેસ સારી થાય છે અને નાન સારી બને છે.

પછી તેને ઢાંકી દો અને 4-5 કલાક માટે . ધ્યાનમાં રાખો કે નાન નો લોટ પુરી ના લોટ જેટલો કઠણ હોતો નથી. તેને નરમ બાંધો .

જ્યારે લોટ સેટ થઈ જશે, ત્યારે તમે જોશો કે તે તમારા હાથને ચોંટી રહ્યો છે. ત્યારબાદ તમારે તમારા હાથમાં થોડું તેલ લગાડવું અને ફરીથી લોટને સારી રીતે મસળીને નાના લુક બનાવી વણી લો.

આ પછી વણેલી નાનની એક બાજુ બ્રશની મદદથી હળવા પાણીનો ઉપયોગ કરો અને તેને શેકી લો.નાન શેકવા માટે, તેને જે બાજુ પાણી લગાવ્યું છે તે અંદર ની બાજુ રાખો જ્યારે નાન પર પરપોટા થવાનું શરૂ થાય, ત્યારે ગેસની ફ્લેમ પર નાનની બીજી બાજુ સેકો.

આ દરમિયાન, તમારે તવા ને પકડવો પડશે અને ચારે બાજુથી નાન શેકવી પડશે.ધ્યાનમાં રાખો કે નાન ફક્ત એક બાજુથી શેકવામાં આવે છે. તેને બંને બાજુથી તવા પર શેકશો નહીં.આ પછી નાનમાં ઘી અથવા બટર લગાવો અને તેને શાક સાથે પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment