લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle

લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle બનાવવા જરૂરી સામગ્રી

  • અજમો 2-3 ચમચી
  • ખાંડ 250 ગ્રામ
  • મરી 1 ચમચી
  • લીંબુ 1 કિલો
  • લવિંગ 6-7
  • મીઠું 3-4 ચમચી
  • હળદર 1 ચમચી
  • વરિયાળી 2-3 ચમચી
  • સંચળ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • જીરું 2-3 ચમચી
  • સિંધાલું મીઠું 2 ચમચી
  • હિંગ /4 ચમચી
  • સુંઠ પાવડર 1 ચમચી

ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવવાની રીત:

લીંબુ નું ખાટું મીઠું અથાણું બનાવવા સૌ પ્રથમ પાતળી છાલ વાળા લીંબુ લેવા જેને પાણી થી બરોબર ધોઈ લેવા ત્યાર બાદ કોરા કપડા થી લૂછીને કોરા કરી લેવા. હવે બધા લીંબુમાં જ્યાં દાડી લાગેલ હોત તે ભાગ પર ચાકુ વડે અડધા સુંધી બે કાપા પાડી લોકાપા પાડતી વખતે જે રસ નીકળે તેને એમાંજ રહેવા દયો. હવે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે વરિયાળી, લવિંગ, મરી, અજમો ને જીરું ને ચારપાંચ મિનિટ સુધી શેકો બરોબર શેકાઈ જાય એટલે શેકેલા મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવાદયોબધા મસાલા ઠંડા થાય એટલે દર્દરા મિક્સરમાં પીસી લ્યો

પીસેલા મસાલા એક વાસણમાં લ્યો એમાં સંચળ, શિંધાલું મીઠું ને મીઠું નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલમરચાનો પાઉડર, સુંઠ પાવડર ને હિંગ નાખો ને બરોબર મિક્સ કરોહવેએમાં દર દરી પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરો• હવે લીંબુમાં જ્યાં કાપા પાડયા હતા ત્યાં આ તૈયાર મસાલો હાથ વડે અથવા તો ચમચી વડે ચારેકાપામાં બરોબર ભરોબધાજ લીંબુ માં બરોબર મસાલો ભરાઈ જાય એટલે ભરેલા લીંબુને કાંચ ની જાર( બરણી) માં મૂકોરોજ દિવસના એકાદ વખત કાચ ની જાર ને હલવો જેથી કરી બધા લીંબુ બરોબર ગરી શકે

જો તમારા ઘર માં તડકો આવતો હોય તો જાર ને થોડા દિવસ તડકે મૂકશો તો આથેલાં લીંબુ જપટે ખાવા માટેતૈયાર થશેનહિતર આથેલા લીંબુ ને તૈયાર થતાં20-25 દિવસ લાગશે ત્યાર બાદ તમે આ તૈયાર આથેલ લીંબુ વરસો સુંધી ખાઈ શકોછો જેમ જેમ દિવસો જસે એમ લીંબુમાં બધા મસાલા મિક્સ થતાં જસે તેમ લીંબુ નો સ્વાદ વધુ સારો લાગશે

આવીજ આવનવી રેસીપી મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને મિત્રો સાથે રેસીપી જરૂર શેર કરજો

Read more: લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment