સામગ્રી

  • ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
  • ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
  • ૨ ટીસ્પૂન તેલ
  • ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
  • ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
  • ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
  • ૧/૪ કપ ઝીણી સમારેલી કોબી
  • ૧/૪ કપ ઝીણા સમારેલા ગાજર
  • ૩ કપ બેઝીક વેજીટેબલ સ્ટોક
  • મીઠું  , સ્વાદાનુસાર
  • ૨ ટીસ્પૂન કોર્નફલોર  , ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું

બનવાની રીત :

  • એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી વાર સુધી સાંતળી લો.
  • તે પછી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  • તે પછી તેમાં કોબી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  • ત્યારબાદ તેમાં બેઝીક વેજીટેબલ સ્ટોક, લીંબુનો રસ, મીઠું અને કોર્નફ્લોરનું મિશ્રણ નાખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી ઉકાળો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો . છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  • તરત જ ગરમાગરમ પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *