સામગ્રી

  • ૧ કિલોગ્રામ દહી
  • ૩/૪ કપ દળેલી ખાંડ
  • થોડા કેસરના તાર  , હુંફાળા ગરમ દૂધમાં ઓગાળેલા
  • ૨ ટીસ્પૂન એલચી પાવડર
  • થોડી કાજુ બદામ અને પિસ્તા ની કતરણ

બનાવાની રીત

  • ઍક મલમલના કપડામાં દહીંને બાંધી, ઠંડી જગ્યા પર લગભગ ૩ કલાક સુધી ટીંગાડી રાખો અને પછી જોવો કે દહીંમાંથી બધુ પાણી નીકળી ગયું છે કે નહી.
  • ત્યારબાદ દહીંને કપડામાંથી એક બાઉલમાં કાઢી, તેમાં સાકર, કેસરનું મિશ્રણ અને એલચી પાવડર મેળવી, મિક્સ કરી બરાબર હલાવીને ફ્રિઝમાં મુકો.
  • પિસ્તા અને બદામની કાતરી વડે સજાવીને ઠંડું પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *