સામગ્રી
50 ગ્રામ ગાંઠિયા
3 ચમચી ક્રીમ
2 સમારેલી ડુંગળી
2 સમારેલા ટમેટા
૩ ચમચી સમારેલ કેપ્સીકમ
50 ગ્રામ કાજુ
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી મેથીના દાણા
- ૧/૨ ચમચી જીરું
- ચપટી હીંગ
- ૧ ચમચી આદુની પેસ્ટ
- ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- ૧/૨ ચમચી હળદર પાવડર
- નમક સ્વાદ અનુસાર
- ૩ ચમચી તેલ
સજાવટ માટે:
- થોડી કોથમીર
બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં કાજુ નાંખી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
- હવે તેજ તેલમાં જીરું અને મેથીના દાણા નાંખી ફૂટવા લાગે ત્યારે તેમાં હીંગની સાથે ડુંગળી અને ટમેટા ની પેસ્ટ નાંખી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી પકાઓ.
- હવે તેમાં લસણની પેસ્ટ નાંખી થોડી સેકન્ડો માટે સાંતળો. હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક અને થોડુ પાણી નાંખી તેને મધ્યમ તાપમાન પર ૨-૩ મિનીટ માટે પકાઓ.
- હવે તેમાં કાજુ અને કેપ્સીકમ નાંખી ૧ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકાઓ. હવે તેમાં ગાંઠિયા નાંખી ૧ મિનીટ સુધી પકાવો.
- હવે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ કોથમીર સજાવી સર્વ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!