સામગ્રી

50 ગ્રામ ગાંઠિયા

3 ચમચી ક્રીમ

2 સમારેલી ડુંગળી

2 સમારેલા ટમેટા

૩ ચમચી સમારેલ કેપ્સીકમ

50 ગ્રામ કાજુ

અન્ય સામગ્રીઓ:

  • ૧/૨ ચમચી મેથીના દાણા
  • ૧/૨ ચમચી જીરું
  • ચપટી હીંગ
  • ૧ ચમચી આદુની પેસ્ટ
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ૧/૨ ચમચી હળદર પાવડર
  • નમક સ્વાદ અનુસાર
  • ૩ ચમચી તેલ

સજાવટ માટે:

  • થોડી કોથમીર

બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં કાજુ નાંખી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
  • હવે તેજ તેલમાં જીરું અને મેથીના  દાણા નાંખી ફૂટવા લાગે ત્યારે તેમાં હીંગની સાથે ડુંગળી અને ટમેટા ની પેસ્ટ નાંખી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી પકાઓ.
  • હવે તેમાં લસણની પેસ્ટ નાંખી થોડી સેકન્ડો માટે સાંતળો. હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક અને થોડુ પાણી નાંખી તેને મધ્યમ તાપમાન પર ૨-૩ મિનીટ માટે પકાઓ.
  • હવે તેમાં કાજુ અને કેપ્સીકમ નાંખી ૧ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકાઓ. હવે તેમાં ગાંઠિયા નાંખી ૧ મિનીટ સુધી પકાવો.
  • હવે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ કોથમીર સજાવી સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *