ક્રિસ્પી પડ માટેની સામગ્રી:
- ૧ ૧/૨ કપ મેંદો
- ૩ ચમચી તેલ
- મીઠું
મસાલો બનાવવા માટે:
- ૧/૨ પાપડી ગાંઠીયા કે સેવ
- ૧/૨ ચમચી ખજૂર આમલીની ચટણી
- ૧/૪ ચમચી હળદર પાવડર
- ૧ ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
- ૧/૨ ચમચી ગરમ મસાલા પાવડર
- ૧/૪ મરી, કરકરી પીસેલી
- ૧/૨ ચમચી આમચૂર પાવડર
- ૧ ચમચી તલ
- ૧ ચમચી સૂકા ધાણા ના બીજ
- ૧ ચમચી વરિયાળી
- ૧/૨ ચમચી ખસખસ
- ૧/૪ કપ કાજુ (મોટા મોટા ટુકડામાં કાપેલા)
- ૧૦ – ૧૨ કિસમિસ
- ૨ ચમચી બદામ (મોટા મોટા ટુકડામાં કાપેલી)
- ૨ ચમચી દળેલી ખાંડ
- મીઠું
- ૧ ચમચી+ તળવા માટે
રીત:
- ગાંઠીયા કે સેવને મિક્સરમાં કરકરું પીસી લો .એક કડાઈ માં મધ્યમ તાપે એક ચમચી તેલ ગરમ કરો. તેમા પીસેલા ગાંઠીયા, ખજૂર આમલીની ચટણી, ખાંડ અને મીઠું સિવાય મસાલા ની બધી જ સામગ્રી નાખો. 30 સેકન્ડ સુધી ધીમા તાપે શેકી લો.
- હવે તેમા પીસેલા ગાંઠીયા કે સેવ, ખજૂર આમલીની ચટણી, ખાંડ અને મીઠું નાખો. સરખી રીતે ભેળવીને એક મિનિટ સુધી શેકી લો. ગેસ બંધ કરીને તેને ચાર થી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો. કચોરી માટે હવે આ ભરવાનું મિશ્રણ તૈયાર છે.
- એક વાસણમાં મેંદો , મીઠું અને ૩ ચમચી તેલ લો અને સરખી રીતે ભેળવી લો. જરૂરિયાત મુજબ ગરમ પાણી નાખો અને થોડો કઠણ પરંતુ નરમ લોટ બાંધી લો.લોટને સરખા ભાગમાં વહેંચી લો અને આ બધામાંથી એક લૂઓ બનાવી લો અને તેને પાટલી ઉપર રાખો. તેને નાની પૂરીના આકારમાં વણી લો.
- પુરી ની વચ્ચે એક બે ચમચી મિશ્રણ રાખો. મિશ્રણ ને ચારે બાજુ થી વીટાળીને તેને કિનારીથી બંધ કરો અને ગોળ દડાનો આકાર આપો.
- એક કડાઈમાં ધીમા તાપે તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ધીમા તાપે આછા ભૂરા રંગના થાય ત્યાં સુધી તળો. આ રીતે બધી કચોરી તળી લો.
- તો તૈયાર છે સુકી કચોરી આને તમે લીલી ચટણી સાથે પણ ખાય શકો છો.સુકી કચોરી ને તમે એર ટાયટ ડબ્બામાં ૧૫ દિવસ સુધી રાખી શકો છો .
આ પણ વાંચો:
આ 4 ઘરેલું પીણાં પેટની ચરબી ઘટાડશે, ઝડપથી વજન ઘટાડશે
આ રીતે કરો રાજગરા નુ સેવન જે કબજિયાત, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામા છે ફાયદાકારક
વજન ઘટાડવા,કબજીયાત દુર કરવા,પાચન સુધારવા વગેરે જેવા અનેક રોગોમા રામબાણ ઈલાજ જે આ ફળ
શિયાળામાં વધતા વજનને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં સામેલ કરો જામફળ
જો તમને થાઈરોઈડ છે અને વજન ઓછું કરવા ઈચ્છો છો તો આ 4 બાબતોનું ધ્યાન રાખો
વજન નિયંત્રણ માટે આહારમાં ખાટી-મીઠી આમલીનો રસ સામેલ કરો, તે સુંદરતા વધારવામાં પણ મદદ કરશે
એક અઠવાડિયામાં વજન ઘટાડવા માટે આ ડિટોક્સ ડ્રિંકનો સમાવેશ કરો, પરિણામ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો
જો તમે આ એક વસ્તુ વરિયાળીમાં ભેળવીને ખાશો તો વજન ઓછું થશે અને આંખોની રોશની પણ વધશે
Thank you for reading this post, don't forget to subscribe!