સામગ્રી

  • 2 કપ બાફેલા ભાત
  • પાલકના પાન
  • 1 કપ લીલા વટાણા ફોલેલા
  • 1 નંગ ગાજર બારીક કાપેલું
  • 1 નંગ બટેટા
  • 1/2 કપ અમેરિકન મકાઈ
  • 3 નંગ લીલા મરચા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 3 નંગ ડુંગળી બારીક સમારેલી
  • 2 ચમચા તેલ
  • 1 ચમચી જીરૂ
  • 1 ચમચી હિંગ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી બિરયાની મસાલો
  • કાજુ( ફ્રાય કરેલા )

બનાવવાની રીત:

પાલકના પાનને ધોઈ એક તપેલીમાં થોડું પાણી અને ચપટી ખાંડ નાખી પાંચ મિનિટ ઉકાળી લેવા. ત્યારબાદ તેમાં લીલા મરચા નાખી અને પેસ્ટ બનાવવી. મરચા શક્ય હોય તો તીખા લેવા કારણ કે આમાં આપણે લાલ મરચું વાપરવાનું નથી.ત્યાર બાદ એક કૂકરમાં લીલા વટાણા બટાકુ ગાજર અને અમેરિકન મકાઈ ને બાફી લેવા.

કડાઈમાં તેલ મૂકી કાજુ તળી લેવા. હવે તેની અંદર જીરૂ,તજ,લવિંગ,બાદિયા, તમાલપત્ર ઉમેરો. હીંગ ઉમેરો.હવે તેની અંદર સમારેલી ડુંગળી ઉમેરી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી સાતળી લો ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરો.મીઠું ઉમેરી દો.

હવે તેની અંદર પાલકની પેસ્ટ ઉમેરી થોડીવાર રેવા દો. હવે તેની અંદર બાફેલા શાકભાજી ઉમેરી હળદર અને ગરમ મસાલો ઉમેરો.

હવે તેમાં બિરયાની મસાલો ઉમેરો બધુ બરાબર મિક્સ કરી તેમાં રાંધેલા ભાત ઉમેરી ધીમે ધીમે હલાવો જેથી ભાત નો દાણો તૂટી ન જાય.

એક બાઉલમાં લઈ તેમાં તળેલા કાજુ વડે ગાર્નીશ કરો તૈયાર છે આપણે હૈદરાબાદી બિરયાની

(બિરયાની બનાવા માટે ભાત હમેશા બાફીને ઠંડા કરી લેવા )

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *