ઉનાળાની ગરમીમાં આ વસ્તુઓનું કરો સેવન, શરીરને મળશે જબરદસ્ત ઠંડક

જલજીરા 

આ એક ખૂબ જ ટેસ્ટી પીણું છે, જે ગરમીમાં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. શું તમે જાણો છો આ પીણું માત્ર તરસ છિપાવવા માટે જ નહીં પરતું વજન ઓછું કરવા, પેટ ઠીક કરવા, શરીરમાં પાણીની કમી પૂરી કરવા માટે પણ કામ આવે છે. ગરમીમાં જ્યારે ટેમ્પ્રેચર વધી જાય છે ત્યારે જલજીરા જરૂર પીવું જોઈએ, કારણ કે તે શરીરની ગરમીને ઓછી કરે છે અને પાચનતંત્રને દુરસ્ત રાખે છે. 

બીલીનું શરબત

કાચી કેરીની જેમ બીલી પણ ઉનાળામાં બેસ્ટટ માનવામાં આવે છે. તે લૂથી બચાવે છે. ઉનાળાની સીઝનમાં તેનું શરબત અનેક રીતે ફાયદો કરે છે. તે પેટ સંબંધી બીમારીઓ સામે પણ રક્ષણ કરે છે. 

છાશ

છાશના તો અઢળક ફાયદાઓ છે. કોઈપણ સીઝન હોય બપોરે જમવા સાથે છાશ પીવી જ જોઈએ. તે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સ જાળવે છે. રોજ એક ગ્લાસ છાશ પીવાથી શરીરને એનર્જી મળે છે અને થાક દૂર થાય છે. 

તરબૂચનું જ્યૂસ

તરબૂચ ઉનાળાનું શ્રેષ્ઠ ફળ છે કારણ કે તેમાં 93 ટકા જેટલું પાણી હોય છે. તે એક એવું ફળ છે કે તમને ખાધા પછી તરસ લાગતી નથી અને શરીરમાં પાણીનો અભાવ નથી થતો. તરબૂચ શરીરને અંદરથી ઠંડુ રાખે છે. જો તમે ઇચ્છો તો તમે તેને આ રીતે ખાઈ શકો છો અથવા તો તેનો જ્યૂસ પણ પી શકો છો.
 

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment