હાંડવો

સામગ્રી

 • ૧ કપ ચોખા અને ચણાનો લોટ
 • ૩ ચમચી દહીં
 • ૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ
 • ૨ ચમચી ગોળ
 • ૧ ચમચી અજમો
 • ૧/૨ ચમચી હળદર પાવડર
 • ૧ ચમચી રાઈ
 • ૧ ચમચી તલ
 • નમક સ્વાદ અનુસાર
 • ૩ ચમચી કોથમીર
 • ૨ ચમચી તેલ

રીત 

સૌ પહેલાં 6-7 કલાક માટે ચોખા અને દાળોને અલગ અલગ પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને ઘાટું ખીરું બનાવી લો. હવે તેમાં મીઠું ઉમેરીને સાત કલાક ઢાંકી રાખીને આથો આવવા દો. બનાવતી વખતે તેમાં છીણેલી કોબી, ગાજર અને દૂધી ઉમેરો, લીલા મરચાં ઝીણા સમારીને ઉમેરો. અને જરૂર પડે તો સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરો.

વઘાર માટે 

એક વાસણમાં તેલ ગરમ થવા દો, તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડાના પાન, તલ અને એક લીલું મરચું સમારેલુ, આદુ-લસણની પેસ્ટનો વઘાર કરો. હાંડવાના કૂકરમાં ખીરું પાથરીને તેની ઉપર આ વઘાર રેડી દો. અને ગેસ પર મૂકી ધીમી આંચે ચડવા દો. લગભગ પોણો કલાક સુધી ચડવા દો. 

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment